________________
* सप्तभङ्गीनयप्रदीपः संद्रावः समूहो घटादिस्यो द्रव्यम्।(४३) तथा भव्वं भावस्स'त्ति भविष्यतीति भावस्तस्य भावस्य, भाविनः पर्यायस्य, यद् भव्यं योग्यं तदपि द्रव्यम्, राज्य(ज)पर्यायार्हकुमारवत्।
-~~+ગુણસૌમ્યા ... અન્નત્ય સૂત્રમાં આવતું ‘અપ્પાનું વસિમ' પદનું પણ આ જ તાત્પર્ય છે કે – હું મારા આત્માને કર્મમલિન રાગાદિ અશુભપર્યાયોથી છોડું છું અને કર્મક્ષયોપશમજનિત વૈરાગ્યાદિ શુભપર્યાયોથી સ્વીકારું છું. આ પ્રમાણે પર્યાયો દ્વારા જે લેવાય અને મૂકાય તે દ્રવ્ય. (એમ પુગલાદિ અંગે પણ સમજવું.)
(૩-૪) – સત્તા, તસ્ય વાવયવો વારો વેતિ દ્રવ્યમ્ |
ભાવાર્થઃ ઝું એટલે સત્તા, (૩) તે સત્તાનો અવયવ, અથવા (૪) સત્તાનો વિકાર તે પણ દ્રવ્ય કહેવાય. અહીં સત્તા એટલે મહાસત્તા લેવાની અને દ્રવ્યો તેની અવાંતર સત્તારૂપ હોવાથી, તે મહાસત્તાના અવયવ કે વિકારરૂપ હોય છે.
આશયઃ જગતની વસ્તુમાત્રમાં સતુપણું રહેલું છે, એટલે સત્પણું સર્વત્ર વ્યાપક છે, તેને જ “મહાસત્તા' કહેવાય છે. આ મહાસત્તા દ્રવ્ય, ગુણ વગેરે બધે ઠેકાણે છે. એટલે માત્ર દ્રવ્યસત્તા, માત્ર ગુણસત્તા - તે બધી અવાંતરસત્તારૂપ (= મહાસત્તાની વ્યાપ્ય સત્તારૂપ) ગણાય. એટલે જ તેઓ મહાસત્તારૂપ નહીં, પણ મહાસત્તાના અવયવરૂપ કે તેના વિકારરૂપ મનાય છે.
દ્રવ્યનું આ લક્ષણ માત્ર સ્વરૂપદર્શક સમજવું, વ્યાવર્તક નહીં, કારણ કે મહાસત્તાના અવયવરૂપ કે વિકારરૂપ તો ગુણાદિ પણ છે જ. (એટલે આ લક્ષણને વ્યાવર્તક બનાવવા, આમાં ‘વતિ-સ્કૃતિ...' એવો દ્રવ્યનો નિરુક્તિ-અર્થ પણ લેવો.)
(૫) JUIનાં સન્દ્રાવો દ્રવ્યમ્ II
ભાવાર્થ : ગુણોના સમુદાયવાળું જે હોય, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે રૂપ-રસ વગેરે ગુણોના સમુદાયવાળું ઘટાદિરૂપ દ્રવ્ય. સરળતા-નમ્રતા વગેરે ગુણોના સમુદાયવાળું આત્મરૂપ દ્રવ્ય.
(૪૩) હવે દ્રવ્યની છઠ્ઠી અને સાતમી વ્યાખ્યા જણાવે છે - (૬) ભાવિન: પર્યાયસ્થ યોર્થ દ્રવ્યમ્ |
ભાવાર્થ : ભવિષ્યમાં થનારા પર્યાયરૂપ ભાવને જે યોગ્ય હોય, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે ભવિષ્યમાં રાજારૂપ પર્યાયને યોગ્ય કુમાર. (તે પણ દ્રવ્યથી રાજા કહેવાય.)
આશય એ કે, રાજકુમાર હમણાં રાજા નથી, પણ ભવિષ્યમાં રાજારૂપ પર્યાયને પામશે, એટલે તેને હમણાં પણ દ્રવ્યરાજા કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org