________________
सप्तभङ्गीनयप्रदीपः •
* *
अदुदुवदिति द्रव्यम्, गुण-पर्यायवद् द्रव्यं वा, गुणाश्रयो द्रव्यं वा । (४२) यदुक्तं विशेषावश्यकवृत्तौ -
૪૬ →
"दवए दुयए दोरवयवो विगारो गुणाण संदावो ।
दव्वं भव्वं भावस्स भूयभावं च जं जोग्गं" ॥२८॥ + ગુણસૌમ્યા+
જેમકે - આત્મા, પોતાના આત્મપ્રદેશોથી અખંડપણે રહીને, જ્ઞાન-વીર્યાદિરૂપ સ્વભાવપર્યાયોને અને મનુષ્ય-દેવપણાદિરૂપ વિભાવ' પર્યાયોને પામે છે, પામશે અને પામ્યો હતો, એટલે તેને આત્મદ્રવ્ય કહેવાય છે.
અથવા ત્રીજું લક્ષણ -
(૩) મુળપર્યાયવત્ દ્રવ્યમ્ ॥
ભાવાર્થ : જે વસ્તુ ગુણ અને પર્યાયવાળી હોય, તેને દ્રવ્ય કહેવાય. દા.ત. (ક) જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે ગુણોવાળું અને મનુષ્ય-દેવ વગેરે પર્યાયવાળું એવું જીવદ્રવ્ય. (ખ) રૂપ-૨સ વગેરે ગુણોવાળું અને પરમાણુ-સ્કંધ વગેરે પર્યાયવાળું એવું પુદ્ગલદ્રવ્ય. (ગ) લાલ-પીળા રંગ વગેરે ગુણોવાળું અને ઘટ-કપાલ વગેરે પર્યાયોવાળું એવું માટી દ્રવ્ય.
ગુણો માત્ર દ્રવ્યમાં જ રહે છે, એટલે ‘મુળવવું દ્રવ્યમ્' એટલું જ દ્રવ્યનું લક્ષણ બનાવીએ, તો પણ કોઇ દોષ નથી. તેથી જ ગ્રંથકારશ્રી દ્રવ્યનું ચોથું લક્ષણ જણાવે છે -
(૪) શુશ્રયો દ્રવ્યમ્ ॥
ભાવાર્થ : આશ્રય = ભાજન = આધાર. જે ગુણોનો આધાર છે, તે દ્રવ્ય. જેમકે જ્ઞાનાદિ ગુણોનો આધાર જીવદ્રવ્ય. રૂપ-રસાદિ ગુણોનો આધાર પુદ્ગલદ્રવ્ય.
-
(૪૨) આ વિશે જ પરમપૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવ્યું છે –
* વિશેષાવશ્યકભાષ્યના આધારે દ્રવ્યની આઠ વ્યાખ્યાઓ
શ્લોક : વધુ દુત્ વોરવયવો મુળાળ સંવાવો ।
Jain Education International
दव्वं भव्वं भावस्स भूयभावं च जं जोग्गं ॥ २८२॥
૧. આત્માના જે મૂળભૂત ગુણો હોય, તેને સ્વભાવપર્યાય કહેવાય. અને જે કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થાય, તેને વિભાવપર્યાય કહેવાય. જેમ પાણીની ઠંડક તે સ્વભાવપર્યાય અને અગ્નિરૂપ ઉપાધિથી જન્ય ગરમાશ તે વિભાવ પર્યાય. આ વાત હમણાં જ આગળ સ્પષ્ટ થશે.
२. 'द्रवति द्रूयते द्रोरवयवो विकारो गुणानां सन्द्रावः ।
द्रव्यं भव्यं भावस्य भूतभावं च यद् योग्यम् ॥२८॥' - इति संस्कृतछाया ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org