________________
| શ્રીશપાર્શ્વનાથાય નમ: II ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिभ्यो नमः ।।
| | Èનમ: II વિવેચકીય વળશ્રીલ
-69
S9
આંખનું વિશિષ્ટ તેજ ધરાવનાર પણ માનવી, અંધકારમાં કંઈ જ જોઈ શકતો નથી... કારણ? એ જ કે જોવા માટેની પરિપૂર્ણ સામગ્રી તેની પાસે નથી..
ઉપાદાન છે, છતાં પર્યાપ્ત સામગ્રી ન હોવાથી ઇચ્છિત કાર્ય સિદ્ધ થતું નથી...
આ જ વાત અહીં લાગુ પડે છે... શુક્લધ્યાનવાળા જીવો, માત્ર કોઈ એક પુદ્ગલ પર જ દષ્ટિને કેન્દ્રિત કરીને, લાંબા કાળ સુધી ધ્યાન કરતા હોય છે... યોગીઓ અંતર્મુખ બનીને સુદીર્ઘ કાળ સુધી તત્ત્વવિચારણામાં આપ્લાવિત થઈ
જતા હોય છે... છે. આજે પણ એવા મહાત્માઓ છે કે જે અનુપ્રેક્ષા-ચિંતનમાં એટલા તો ઓતપ્રોત થઈ જાય છે કે જેઓ દુનિયામાં રહેવા છતાં પણ જાણે પર રહે છે...
અલબત્ત, દરેક જીવોમાં આવું ઉપાદાન હોય છે જ... અને શક્તિ-સામર્થાનુસારે તે તે જીવોથી પણ તત્ત્વચિંતન-અનુપ્રેક્ષા-વિચારણાઓ થઈ જ શકે છે... પણ તે માટે અતિ-અતિ આવશ્યક છે, સપ્તભંગી અને નયનું જ્ઞાન એના વિના અંદર રહેલું વિશિષ્ટ સામર્થ્ય પણ નિષ્ફળ પુરવાર થાય... સપ્તભંગી અને નયનું જ્ઞાન, ચિંતન માટેની પર્યાપ્તસામગ્રી પૂરી પાડે છે...
આ બેનું જ્ઞાન, કુશલચિંતન માટેના એક સુરમ્ય સન્માર્ગનું અર્પણ કરે છે... અને તેના આધારે જીવ, શ્રુતજ્ઞાનથી આગળ વધી ચિંતજ્ઞાન ને યાવત્ ભાવનાજ્ઞાન સુધી પહોંચે છે...
યોગમાર્ગના અધિકાર માટેની પહેલી શરત છે : આત્મસંપ્રેષણ ! આત્મસંપ્રેક્ષણ વિના એ જીવ યોગમાર્ગનો અધિકારી જ ન બને... હવે આ આત્મસંપ્રેષણ પણ સપ્તભંગીની જ ગરજ સારે છે.
જુઓ –
28
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org