________________
)
*
(૭) કદાચ ઘડો છે જ, કદાચ ઘડો નથી જ અને કદાચ ઘડો અવાચ્ય છે જ આ ભાંગો
સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો છે જ એમ કહીને પછી પરદ્રવ્ય વગેરેની અપેક્ષાએ આ ઘડો નથી જ એમ કહે છે અને ત્યારપછી એકસાથે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પારદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવક્ષા થાય, ત્યારે ઘડો અવાચ્ય છે જ એમ કહે છે... પ્રમાણનયતત્ત્વાલોકાલંકારમાં સપ્તભંગીની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે –
'एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ॥४-१४।।'
જીવ વગેરે એક વસ્તુમાં સત્ત્વ વગેરે એક એક ધર્મના પ્રશ્નને લીધે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધા ન આવે એ રીતે જુદા જુદા અને ભેગા એવા વિધિ-નિષેધની વિચારણા વડે યાત્ શબ્દથી યુક્ત એવો સાત પ્રકારનો વચનપ્રયોગ તે સપ્તભંગી છે.
આ સપ્તભંગી બે પ્રકારની છે - સકલાદેશ સપ્તભંગી અને વિકલાદેશ સપ્તભંગી.
પ્રમાણના વિષયભૂત વસ્તુના અનંત ધર્મોને કાળ વગેરે વડે અભેદની પ્રધાનતાથી કે અભેદના ઉપચારથી એક સાથે જણાવનારું વચન તે સકલાદેશ.. નયના વિષયભૂત વસ્તુના અનંત ધર્મોને કાળ વગેરે વડે ભેદની પ્રધાનતાથી કે ભેદના ઉપચારથી ક્રમશઃ જણાવનારું વચન તે વિકલાદેશ. સકલાદેશ સપ્તભંગીના સાતે ભાંગા વસ્તુના બધા ધર્મોને એક સાથે જણાવે છે. વિકલાદેશ સપ્તભંગીના સાતે ભાંગા વસ્તુના બધા ધર્મોને ક્રમશઃ જણાવે છે.
જ નય-નયાભાસ છે વસ્તુના અન્ય અંશોને ગૌણ કરીને વસ્તુના એક અંશનું મુખ્યરૂપે જ્ઞાન કરાવે તે નય. વસ્તુના અન્ય અંશોની ઉપેક્ષા કરીને વસ્તુના એક જ અંશનું જ્ઞાન કરાવે તે નયાભાસ છે.
પ્રમાણનયતત્તાલોકાલંકારમાં નય અને નયાભાસની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – “નીયતે યેન શ્રુતારપ્રમાવિષયીતીર્થસ્યાસ્તવતરાંશવાસી ત: સ 5 प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥७-१॥ स्वाभिप्रेतादशादिरांशापलापी पुनर्नयाभासः ॥७-२॥'
શ્રુત નામના પ્રમાણના વિષયભૂત વસ્તુના અન્ય અંશો પ્રત્યે ઉદાસીન બનીને એક 2 અંશને જે જણાવે છે તે જ્ઞાન કરનારનો વિશેષ પ્રકારનો અભિપ્રાય તે નય. (૭-૧)
- પોતાને ઈષ્ટ અંશ સિવાયના અન્ય અંશોનો અપલાપ કરે તે નયાભાસ છે. (૭-૨) S, નયો સાત પ્રકારના છે. તે આ પ્રમાણે –
{ એ
19
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org