________________
* सप्तभङ्गीनयप्रदीपः * भवत्येव, एतादृश एवम्भूताभासः । (१२४) उदाहरणम्-"यथा-विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः" इति ॥ - [પ્રમ૦ ૦ ૭ સૂત્ર-૪૩ ] __ अनेन हि वाक्येन स्वक्रियारहितस्य घटादेर्वस्तुनो घटादिशब्दवाच्यतानिषेधः क्रियते, स च प्रमाणबाधित इत्येवम्भूतनयाभासतयोक्तमिति । इति पर्यायार्थिकस्य तुर्यभेद
+ ગુણસૌમ્યા+ (૧૨૪) આ વાતને ઉદાહરણથી સમજાવે છે –
સૂત્ર થ - વિશિષ્ટછાશ્ચંપરાટ્યવસ્તુનટિશદ્વીટ્ય, ટિશબ્દપ્રવૃત્તિનિમિત્તભૂતक्रियाशून्यत्वात्, पटवदित्यादिः ॥
અર્થ: જલાહરણાદિ વિશિષ્ટ ક્રિયાથી શૂન્ય એવી ઘટનામની વસ્તુ ઘટ’ શબ્દથી વાચ્ય ન બને, કારણ કે ઘટશબ્દનો પ્રયોગ કરવામાં હેતુભૂત એવી જે જલાહરણાદિ અર્થક્રિયા છે, તેનાથી તે = ઘડો) શૂન્ય છે. જેમકે પટ... (પ્રમાણનયતત્તાલોક - ૭/૪૩)
વિવેચન : જ્યારે વક્તાની વિચારધારા એકાંતવાદ તરફ ઢળેલી હોય કે – “ક્રિયાવાળી વસ્તુ જ તે તે શબ્દથી વાચ્ય બને. ક્રિયા ન કરે, તો એ તે તે શબ્દથી વાચ્ય પણ ન જ બને.” ત્યારે તેનો એકાંતગર્ભિત અભિપ્રાય નય ન રહેતાં દુર્નય બને છે...
જેમકે – ધટ્યતિ - નતીહાઈ વેષ્ટયતિ ત પટ: = જે પાણીને લાવવાદિની ચેષ્ટાવાળો હોય, તે ઘટ કહેવાય. ઘટ શબ્દનો આવો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ હોવાથી, જ્યારે જલાહરણાદિ ક્રિયા કરે ત્યારે જ ઘડાને “ઘટ’ કહેવાય, અન્યથા નહીં... કારણ કે જો જલાહરણાદિ ક્રિયાને ન કરનારને પણ “ઘડો’ કહીએ, તો કટ-પટ-શકટ વગેરેને પણ “ઘડો' કહેવાની આપત્તિ આવે ! (એટલે જલાહરણાદિ ક્રિયા ન કરનારને “ઘડો’ કહી જ ન શકાય...)
(નેન હિ વીવન...) આવાં ઉપર બતાવેલાં કુયુક્તિવાળાં વાક્ય દ્વારા, જલાહરણાદિ ક્રિયાથી રહિત એવી ઘટાદિ વસ્તુઓ “ઘટ’ વગેરે શબ્દથી વાચ્ય ન બની શકે – એમ એવંભૂતાભાસ (ક્રિયારહિત ઘટમાં ઘટપદવાણ્યતાનો) નિષેધ કરે છે.
પણ એ નિષેધ પ્રમાણથી બાધિત છે, કારણ કે ખુણામાં અધોમુખ મૂકેલો ઘડો હાલમાં ભલે જલાહરણાદિ ક્રિયા ન કરતો હોય, પણ ભૂતકાળમાં તેમાં જ જલાહરણ થયું હતું ને ભવિષ્યમાં પણ તેમાં જ જલાહરણ થવાનું છે... તેવું જલાહરણ પટ-કટાદિમાં નથી થયું ને નથી થવાનું...
વળી જલાહરણનો અર્થી જીવ, ખાલી ઘડાને લેવા માટે પણ પ્રવૃત્તિ કરે છે જ.. એવી પ્રવૃત્તિ પટ-કટાદિ વિશે નથી કરતો...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org