________________
* सप्तभङ्गीनयप्रदीपः ___ स्वभावभेदोऽग्रे वक्ष्यते । (६८) ननु द्रव्य-पर्यायव्यतिरिक्तौ सामान्यविशेषौ विद्यते तत् कथं न सामान्यार्थिक-विशेषार्थिकनामानौ नयौ भवतः ? इति चेत्, न-द्रव्यपर्यायव्यतिरिक्तसामान्यविशेषाप्रसिद्धेः, (६९) तद् यथा, प्रसङ्गात् सामान्यं दर्शयति
........................+ ગુણસૌમ્યા પ્રસ્તુતમાં મૂળવાત એટલી જ કે – દ્રવ્ય અને પર્યાય બંને પોતાનાં પ્રતિનિયતસ્વરૂપે જુદા હોવાથી, તે બેને વિષય કરનાર ‘દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક' એવા બે જુદા નય માનવા અવિરુદ્ધ છે. (૬૮) હવે પૂર્વપક્ષની અન્ય આશંકાનો નિરાસ કરવા કહે છે -
ભાવાર્થઃ પૂર્વપક્ષ દ્રવ્ય અને પર્યાયથી જુદા સામાન્ય-વિશેષ પણ વિદ્યમાન છે, તો તે બેને વિષય કરનાર “સામાન્યાર્થિક અને વિશેષાર્થિક એવા બે નયો કેમ ન હોય? ઉત્તરપક્ષ તમારી વાત ઉચિત નથી, કારણ કે દ્રવ્ય-પર્યાયથી જુદા સામાન્ય-વિશેષ પ્રસિદ્ધ નથી.
* સામાન્યાર્થિક - વિશેષાધિક બે જુદા નાયો નહીં જ
વિવેચન :
પૂર્વપક્ષ દ્રવ્ય અને પર્યાયથી જુદા સામાન્ય અને વિશેષ પણ મળે છે જ. તો તમે જેમ દ્રવ્ય અને પર્યાયને વિષય કરનારા અભિપ્રાયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કહો છો. તેમ સામાન્ય અને વિશેષને વિષય કરનારા અભિપ્રાયને “સામાન્યાર્થિક’ અને ‘વિશેષાર્થિક નય પણ કહેવા જોઇએ. અર્થાત્ આ બે નય વધુ કહેવા જોઇએ. (અને તો મૂળનયની સંખ્યા બે નહીં, પણ ચાર થશે !)
ઉત્તરપક્ષ: તમારી વાત ઉચિત નથી, કારણ કે દ્રવ્ય-પર્યાયથી જુદા સામાન્ય-વિશેષ હોતા જ નથી. તેવા બે જુદા સામાન્ય-વિશેષ પ્રસિદ્ધ જ નથી. (જો તેવાં બે જુદા પ્રસિદ્ધ હોત, તો તે બેને વિષય કરનાર સામાન્યાર્થિક-વિશેષાર્થિક એવા બે જુદા નયો પણ માનત. પરંતુ તેવું પ્રસિદ્ધ નથી.)
સામાન્ય-વિશેષનો દ્રવ્ય-પર્યાયમાં જ અંતર્ભાવ થઇ જાય છે... તે કેવી રીતે? એ જણાવે
(૬૯) તથા = તે આ પ્રમાણે –
प्रसङ्गात् सामान्यं दर्शयति... સામાન્ય-વિશેષનો દ્રવ્ય-પર્યાયમાં કેવી રીતે અંતર્ભાવ થાય? એ વાત જણાવ્યા પહેલા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org