________________
છે સરત-સુગમ-વિવેચનસમન્વિત: જૈ
सत्तासापेक्षस्वभावोऽनित्याशुद्धपर्यायार्थिकः, यथा - एकस्मिन् समये उत्पाद-व्ययध्रौव्यात्मकः पर्यायः ४, कर्मोपाधिनिरपेक्षस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा - · ગુણસૌમ્યાન
૦ આમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશને જ જોવાના છે, સત્તાને નહીં. માટે આ પર્યાયાર્થિકનયનો શુદ્ધદષ્ટિકોણ છે, માટે જ આ શુદ્ધપર્યાયાર્થિકનય છે.
૦ વળી આ ક્ષણિક-અનિત્ય પર્યાયોને જોનારો છે, માટે આ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય
છે.
બધાં જ દ્રવ્યમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થતા જ હોય છે. માટે બધા જ દ્રવ્યોના આવા ઉત્પાદ-વિનાશશીલ પર્યાયો આ નયના વિષય છે, એમ જાણવું. એટલે મેરૂમાં કે સિદ્ધાવસ્થામાં પણ જે સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ ફેરફારો પ્રતિક્ષણ થયા કરતા હોય છે, એને નજરમાં લેનારો દૃષ્ટિકોણ આ ત્રીજા પ્રકારમાં આવે છે.
* ચોથો પ્રકાર
સૂત્ર : સત્તાસાપેક્ષસ્વમાવોનિત્યાશુદ્ધપર્યાયાધિઃ, યથા - સ્મિન્ સમયે ઉત્પાત્
વ્યય-ધ્રૌવ્યાત્મા: પર્યાયઃ ॥૪॥
૮૯
અર્થ : સત્તાને સાપેક્ષ સ્વભાવવાળો અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય. જેમકે - એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ પર્યાય.
વિવેચન : પર્યાયાર્થિકનયનો ચોથો પ્રકાર : (૪) સત્તાસાપેક્ષ અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય. જેમકે એક સમયમાં પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણે લક્ષણથી યુક્ત હોય છે.
ત્રીજા પ્રકારમાં સત્તાનું = ધ્રૌવ્યાંશનું ગ્રહણ નહોતું, માત્ર ઉત્પાદ-વિનાશનું ગ્રહણ હતું. ચોથા પ્રકારમાં સત્તાનું પણ ગ્રહણ છે. અર્થાત્ ત્રણે અંશોનું ગ્રહણ છે. એટલે કે તે તે સમયમાં રહેલા પર્યાયને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય - આ ત્રણેથી સંકળાયેલો માનવો-જોવો એ પર્યાયાર્થિકનો આ ચોથો પ્રકાર છે.
આ અશુદ્ધપર્યાયાર્થિકનય છે, કારણ કે પર્યાયાર્થિકનય સત્તાને ન જુએ એ એનું શુદ્ધરૂપ છે, એટલે ત્રીજો પ્રકાર શુદ્ધ હતો. પણ અહીં સત્તાને પણ જુએ છે, માટે આ અશુદ્ધ નય છે.
હવે આ નય, ઉત્પાદ-વ્યયની જેમ સત્તાને પણ પ્રધાનપણે જુએ, તો એ ત્રણે અંશને પ્રધાનપણે જોતો હોવાથી ‘નય’ ન રહેતાં ‘પ્રમાણ’ બની જાય. એટલે માનવું જ રહ્યું કે - આ સત્તાને ગૌણપણે જુએ છે.
પ્રશ્ન ઃ જો સત્તાને ગૌણપણે જુએ, તો ત્રીજા અને ચોથા પ્રકારમાં ફરક શું રહ્યો ? (ત્રીજામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org