________________
* सरल-सुगम-विवेचनसमन्वितः ૬, મેશ્વમાવ: ૭, મેદસ્વભાવ: ૮, મધ્યસ્વભાવ: ૧, મધ્યસ્વભાવઃ ૨૦,
+ગુણસૌમ્યાનથી જ, તેમ બધાં દ્રવ્યો બીજાનાં દ્રવ્યાદિની અપેક્ષાએ નથી જ.)
(૩) નિત્યસ્વભાવઃ પોત-પોતાના જુદા જુદા પર્યાયોમાં “આ તે જ દ્રવ્ય છે - આ તે જ દ્રવ્ય છે” એવું જે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિચારાય, તે દ્રવ્યનો નિત્યસ્વભાવ સમજવો. (દા. ત. તિર્યંચ-મનુષ્યાદિરૂપે અવસ્થાઓ બદલાવા છતાં પણ આત્મા તો એક જ રહેવો - તે આત્મદ્રવ્યનો નિત્યસ્વભાવ છે.)
(૪) અનિત્યસ્વભાવ : તે તે દ્રવ્યોનું જુદા જુદા પર્યાયો રૂપે પરિવર્તન થયા કરવું - તે તેઓનો અનિત્યસ્વભાવ છે. આ પરિણામ ગ્રાહક પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સમજવું. (જેમકે - આત્માનું બાળપણ, યુવાપણું, ઘડપણ. આ બધા પરિણામોને લઈને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મદ્રવ્યનો અનિત્યસ્વભાવ કહેવાય છે.)
(૫) એકસ્વભાવઃ જુદા જુદા ધર્મરૂપે વસ્તુની જુદી જુદી વિવક્ષા કર્યા વિના, સહભાવી બધા ધર્મોની જે એકાધારતા, તે વસ્તુનો એકસ્વભાવ સમજવો. (દા. ત. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ – આ ચારે સહભાવી ધર્મો છે, તે બધાનો આધાર જે ઘટાદિ દ્રવ્ય છે, તે એક છે. આ પ્રમાણે એકાધારતા એ જ ઘટાદિદ્રવ્યની એકસ્વભાવતા છે.)
એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતાનો વિશેષ આ પ્રમાણે સમજવો – (૧) પોતાના ધર્મોની અખંડદ્રવ્યમાં સર્વત્ર સમાનપણે જે વર્તના = આધારતા, તે એકસ્વભાવતા જાણવી, અને (૨) કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે અનુવૃત્તિ તે નિત્યસ્વભાવતા જાણવી.
. ભેદકલ્પનારહિત એવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તે તે દ્રવ્યોનો એકસ્વભાવ કહેવાય છે. " (૬) અનેકસ્વભાવઃ માટી આદિ દ્રવ્યનો સ્થાસ-કોશ-કુશૂલાદિપણે અનેકપ્રકારે થવારૂપે જે દ્રવ્યનો પ્રવાહ છે, એક જ દ્રવ્ય જે જુદા જુદા પર્યાયોમાં પ્રવાહિત થાય છે, તે તેનો અનેકસ્વભાવ જાણવો.
ટૂંકમાં, એક જ વસ્તુને જે અખંડ દ્રવ્યરૂપે વિચારાય તે તેની એકસ્વભાવતા અને ભેદસ્વરૂપે વિચારાય તે તેની અનેકસ્વભાવતા.
(૭) ભેદસ્વભાવઃ ગુણ અને ગુણવાનું વચ્ચે, પર્યાય અને પર્યાયવાળા વચ્ચે જે નામસંખ્યા-લક્ષણાદિને લઇને ભેદ કહ્યો છે, તે ભેદસ્વભાવ. (જેમકે – આત્માનો સામાયિક ગુણ છે. અહીં સામાયિકનો અને તે ગુણવાળા આત્માનો ભેદ જણાવ્યો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org