________________
* सप्तभङ्गीनयप्रदीप: त्रयो गुणाः । अन्त्याश्चत्वारो गुणाः स्वजाति-विजातिभ्यां सामान्या विशेषाश्च।
+ ગુણસૌમ્યા.
(૮) વર્ણઃ પુદ્ગલના રંગરૂપ. તે શુક્લ, કૃષ્ણ, નીલ, રક્ત અને પીતરૂપે પાંચ પ્રકારનો છે.
૦ આ (પ-૮) ચાર ગુણો માત્ર પુદ્ગલ દ્રવ્યના વિશેષગુણરૂપ છે. (પુગલ સિવાય બીજે ક્યાંય રહેતા નથી.).
(૯) ગતિ હેતુત્વઃ જીવાદિને ગતિ કરવામાં સહાયકપણું, આ ધર્માસ્તિકાયરૂપ દ્રવ્યનો વિશેષગુણ છે.
(૧૦) સ્થિતિહેતુત્વ : જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયકપણું. આ અધર્માસ્તિકાયરૂપ દ્રવ્યનો વિશેષગુણ છે.
(૧૧) અવગાહનાહેતુત્વઃ જીવાદિ દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપવાપણું. તેઓની અવગાહનામાં સહાય કરવાપણું. આ આકાશાસ્તિકાયરૂપ દ્રવ્યનો વિશેષગુણ છે.
(૧૨) વર્તનાહેતુત્વઃ વસ્તુના જુના-નવા પર્યાયો તે વર્તના, તેનું કારણ બનવાપણું. આ કાળદ્રવ્યનો વિશેષગુણ છે. (કાળના આધારે વસ્તુના જૂના-નવાપણાંનો વ્યવહાર થાય છે. એટલે વસ્તુમાં પ્રાચીનત્વ-નવીનત્વ પર્યાયને ઉત્પન્ન કરનાર કાળ છે. એવું કહેવાય)
(૧૩) ચેતન, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ, અને (૧૬) અમૂર્તત્વઃ આ ચાર ગુણો પૂર્વવત્ સમજવા. (સામાન્યગુણોમાં આ ચાર ગુણોનું સ્વરૂપ બતાવી દીધું છે.)
આ ૧૬ ગુણોમાંથી, પુદ્ગલદ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મૂર્તત્વ અને અચૈતન્ય આમ ૬ ગુણો હોય છે. આત્મદ્રવ્યમાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-અમૂર્તત્વ અને ચૈતન્યરૂપ ૬ ગુણો હોય છે. બાકીનાં ચાર દ્રવ્યોમાં ૩-૩ ગુણ હોય છે. એક પોત-પોતાનો ગતિસહાયકતાદિ ગુણ, અને બાકીના ૨ ગુણ અચેતનત્વ અને અમૂર્તત્વ - આમ કુલ ત્રણ ત્રણ ગુણો હોય. સારાંશ: (૧) પુદ્ગલદ્રવ્યમાં - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૬ (૨) જીવદ્રવ્યમાં - જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-અમૂર્તત્વ-ચૈતન્ય. કુલ-૬ (૩) ધર્માસ્તિકાયમાં - ગતિસહાયકતા-અમૂર્તત્વ-અચૈતન્ય.
કુલ-૩ (૪) અધર્માસ્તિકાયમાં - સ્થિતિસહાયકતા-અમૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૩ (૫) આકાશાસ્તિકાયમાં - અવગાહનાસહાયકતા-અમૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૩ (૬) કાળદ્રવ્યમાં - વર્તના હેતુતા – અમૂર્તત્વ – અચૈતન્ય. કુલ-૩
પ્રશ્નઃ (૧) ચેતનત્વ, (૨) અચેતનત્વ, (૩) મૂર્તત્વ, અને (૪) અમૂર્તિત્વ - આ ચારને સામાન્યગુણોમાં અને વિશેષગુણોમાં બંનેમાં કેમ કહ્યા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org