________________
નવી ત્રીજી આવૃત્તિનું સંપાદકીય નિવેદન
અગત્યની નોંધ : આ ચિત્રસંપુટ કયારે, કેવી રીતે અને કેમ તૈયાર થયું તેની વિગતવાર માહિતી આ આવૃત્તિની પહેલી આવૃત્તિનાં મુદ્રિત કરેલાં નવમાં પૃષ્ઠથી શરૂ થતાં નિવેદનોમાંથી જાણી લેવી. અહીં તો ફકત ત્રીજી આવૃત્તિ સાથે સંબંધ ધરાવતી વિગતો રજૂ કરીએ છીએ.
તીર્થકર ભગવાન શ્રી મહાવીરના ચિત્રસંપુટની બંનેય આવૃત્તિ ૩પ ચિત્રોની જ હતી, જયારે આ ત્રીજી આવૃત્તિ નવાં ૧૩ ચિત્રો ઉમેરાતાં ૪૮ ચિત્રોની થવા પામી છે. પહેલી બે આવૃત્તિનાં ચિત્રો ઓફસેટ પેપર ઉપર હતાં, જયારે આ ત્રીજી આવૃત્તિનાં ચિત્રો ફોરેન આર્ટપેપર ઉપર છાપ્યાં હોવાથી જોનારાઓ ખૂબ જ ઓલાદ અને આનંદ અનુભવશે. નવાં ૧૩ ચિત્રો જે ઉમેરાયાં તે ખૂબ જ આકર્ષક, ઉઠાવદાર, સુંદર અને નયનરમ છે, જે આ આવૃત્તિની શોભામાં તો અનેરો વધારો કરશે જ પણ જૂનાં ૩૫ ચિત્રોની શોભામાં પણ સહાયક બની રહેશે. અનેક મુશ્કેલીઓ, અવરઘો, તબિયતના
ઊભા થએલા વધુ પ્રતિકૂળ સંયોગો વચ્ચે, ધાર્યા કરતાં આ પ્રકાશનના કાર્યમાં ઘણો ઘણો સમય વીતવા છતાં આ પ્રકાશન સાંગોપાંગ રીતે તૈયાર કરી અમો પ્રકાશિત કરી શકયા તે માટે અકલ્પનીય આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજના સમય-સંજોગમાં અમારા માટે એક ઘણું જ ચિંતાજનક, વિકટ અને મુશ્કેલીભર્યું કામ પૂર્ણ થયું તેથી અમો સહુ અનેરી હાશ ! અનુભવીએ છીએ.
હવે એક અતિદુ:ખદ ભારે ચિંતાજનક ઘટનાનો ટૂંકો નિર્દેશ કરું !
આ ચિત્રસંપુટનાં રૂપ ચિત્રોની જનો નેગેટીવો - પોઝેટીવો અમારી સંસ્થાએ પ્રથમ આવૃત્તિ છાપનાર મુંબઇના બોલ્ટન પ્રેસને સાચવવા માટે સોંપી રાખી હતી, પરંતુ થોડાં વરસો બાદ તેના પારસી માલિકે પોતાનો પ્રેસ વેચી નાંખ્યો, તેની સાથે અમો સહુની જાણ બહાર સંસ્થાની માલિકીની નેગેટીવા-પોઝટીવો વગેરે સામગ્રી પણ આપી દીધી, નૈતિક દ્રષ્ટિએ પ્રેસે આ એક અનુચિત તેમજ અમારા માટે ઘણું જ દુઃખદ કાર્ય કર્યું. આ કારણે ત્રીજી આવૃત્તિ વિ.સં. ૨૦૪૦ આસપાસ જ મારે જે પ્રગટ કરાવવી હતી તે આયોજન સાવ નિષ્ફળ ગયું. પરિણામે અમારું બધું કાર્ય એકડે એકથી જ શરૂ કરવાનું માથે આવ્યું. મારા ઉપર ભારે બોજ આવી પડયો. ઊંડી ચિન્તાનો વિષય બની જતાં અંતરમાં ખૂબ ખૂબ ગ્લાનિ અનુભવી. કામ પ્રસનું થાય મુંબઇમાં અને મારી વસવાટ પાલીતાણામાં, આ એક ભારે પ્રતિકુળ પરિસ્થિતિ હતી. આ મોટો અવરોધ હતો એટલે નવેસરથી બધું કામ તૈયાર કરવું-કરાવવું કે કેમ ? એવો પ્રશ્ન પણ મનમાં ઉઠયો, કેમકે હવે બધું પાયામાંથી જ પુનઃ કામ કરાવવાનું આવ્યું એટલે અથાગ પરિશ્રમ અને સમયનો ભાર વ્યય થાય તેમ હતું. બીજી બાજુ તન-મનનું સ્વાસ્થ ખૂબ જ પ્રતિકૂળ હતું, તેમજ સેંકડો લોકો પ્રસ્તુત ચિત્રસંપુટની એકધારી તીવ્ર રાહ જોઇ રહ્યા હતા. નવી આવૃત્તિ જો બહાર પડે તો જ દેશ – પ્રદેશના સંપુટપ્રેમી લોકોને સંતોષ આપી શકાય, વળી નવાં ચિત્રોની ડિઝાઇનો, નવાં લખાણો વગેરે જે જે સામગ્રી તેદન નવી જ મેં જે તૈયાર કરાવી હતી તેનો પણ ઉપયોગ થઇ જાય અને પ્રજાને નવું જોવા-જાણવાનો લાભ મળે. વળી પ્રસ્તુત આવૃત્તિ સંપૂર્ણ રીર્ત ત્રણેય ભાષામાં જ પ્રગટ કરાવવાની દ્રઢ ધારણા રાખી હતી અને આ બધું તો ફરીથી છપાય તો જ શકય બને, એટલે મેં ધર્મ, હિંમત અને મનોબળને મજબૂત કરી શરૂ કરેલું કાર્ય પૂરું કરીને જ જંપવું. એવી ભાવનાને વરેલા મારા સ્વભાવના કારણે જૂનાં ચિત્રો કાઢયો. જે ૫૦ વર્ષ પહેલાં વોટર કલરથી અને પાછાં વોશ પધ્ધતિથી (પાણીથી ધોઇ ધોઇ ફરી ફરી રંગ કરવો તે) તૈયાર કરેલાં હતાં. વોટર કલરનાં ચિત્રોનું આયુષ્ય મારા અનુભવે સામાન્ય રીતે વધુમાં વધુ ૩૦-૪૦ વર્ષનું ગણાય, પછી તેમાં પેપર, રંગ વગેરેમાં પરિવર્તન શરૂ થઇ જાય છે. અમોએ તે ચિત્રો જોયાં પણ તેની સપાટી, કાગળ, રંગો વગેરે બધું જ નબળું - ઝાંખું પડી ગયું હતું, છતાં ટ્રાયલ તો લેવી જ એટલે તેની જ પુનઃ થોડી નવી નેગેટીવ લીધી અને આ અંગેનું બધું કામ પૂરું કરીને તેના પ્રિન્ટીંગ નમૂના ઓફસેટ કાગળ ઉપર અમારા વિરાજપ્રેસે કાઢયા પણ રિઝલ્ટ જરાપણ સારૂં ન આવ્યું, કામ ઝાંખું, મને જરાય ન ગમે તેવું હતું. જુદા જુદા પેપર ઉપર અનેક જાતના અખતરા કરવા છતાં પણ મનપસંદ રિઝલ્ટ આવી ન જ શક્યું, ત્યારે મનમાં ધણી હતાશા-નિરાશા વ્યાપી ગઈ અને ઘડીભર એવી ચિંતા થઇ પડી કે શું હવે બીજી આવૃત્તિનાં દર્શન નહીં જ થઈ શકે ? વિરાજ પ્રેસના ખંતીલા, અનુભવી, ઉત્સાહી અશ્વિનભાઇ તથા આ કૃતિ એન્ટરપ્રાઇઝના શ્રી પ્રદીપભાઈદવે વગેરે પણ મારી જેમ આ બાબતમાં ખૂબ જ ચિંતિત હતા.
હવે છેલ્લો રસ્તો અમારી પાસે છાપેલી બુકનાં ચિત્રો ઉપરથી જ નવી નેગેટીવ લઇ આગળ વધવાનો રહ્યો હતો. જો કે પ્રિન્ટ કરેલાં છાપેલાં રંગીન ચિત્રો ઉપરથી સારું રિઝહર આવી શકતું નથી, છાપેલાં રંગીન ચિત્રો ઉપરથી શ્રેષ્ઠ રિઝલ્ટ આવી શકે તેવી ટેકનીક લંડન વગેરે પરદેશમાં શ્રેષ્ઠ રીતે વિકસી છે, પણ હજુ આપણે ત્યાં એ ટેકનીક કે પદ્ધતિ વિકસી નથી એમ જાણ્યું, એટલે લંડનના પ્રેસ સાથે મેં પત્ર વ્યવહાર કર્યો, તેઓ કામ કરવા તૈયાર હતા પણ દૂર-સુદૂર કામ કરાવવાનું હોવાથી બીજી અનેક મુશ્કેલીઓ અમારે વેઠવી પડે તેમ હતું એટલે છેવટે આપણે ત્યાં ભારતમાં જ છે અને જેવી ટેકનીક છે તેનો જ ઉપયોગ કરી આ કાર્ય પાર પાડવું એવું નકકી કર્યું. છેવટે મને - કમને પણા આખરી નિર્ણય મુજબ બીજી આવૃત્તિની બુકના છાપેલાં રંગીન ચિત્રો ઉપરથી જ નેગેટીવો લઇને બને એટલું શ્રેષ્ઠ રિઝલ્ટ આવે એવું આયોજન કરવું એમ નકકી કરીને આ કાર્ય આગળ ધપાવ્યું. રિઝલ્ટ માટે નમૂના છાપ્યા પણ ચાલુ ઓફસેટ કાગળ ઉપર તે સારું ન આવતાં છેવટે ભારે ખર્ચ કરીને પણ આર્ટપેપરનો ટેસ્ટ કરવાનું નકકી કર્યું. સહુના સદ્ભાગ્યે તેમાં રિલ્ટ રીતસર સારું આવ્યું. અમારા મન તાળવે હતા તે હેઠા બેઠાં અને પછી પ્રેસને લીલી ઝંડી આપી. આ પુરત કના જૂનો ૩૫ ચિત્રોનું પ્રિન્ટીંગ કામ પ્રેસે ભારે કાળજી રાખીને પાર પાડયું. જો કે જૂની નેગેટીવ જો મળી હોત અને તે મુંબઈની હવામાં સારી રહી હોત અથવા મૂલચિત્રો (ઓરિજિનલ) સારી સ્થિતિમાં રહેવાં હોત તો સો ટકા સારૂં રિઝલ્ટ આપણે જોઇ શકત. પણ અમો નિરૂપાય હતા.
આ આવૃત્તિમાં નવાં ૧૩ ચિત્રો જે ઉમેર્યા છે તે ચીતરાવે ઘણાં વરસો થયાં ન હોવાથી અને વળી જાણીને જ તે મેં વોશપધ્ધતિથી કરાવ્યાં ન હોવાથી અને અમારા ગોકુળભાઈએ પ્રાણ રેડીને તે તૈયાર કર્યા હોવાથી તે ચિત્રોના રિઝલ્ટ માટે કોઇ ચિંતા જ ન હતી, નવાં ૧૩ ચિત્રો ખરેખર ! ખૂબ જ આકર્ષક રીતે હૃદય અને નયનને તૃપ્ત કરે તેવાં છપાયાં છે. મને શ્રદ્ધા છે કે તે જોઇને સહુ મુગ્ધ ભાવે અનેરો આનંદ અનુભવશે, આ આવૃત્તિમાં નવા ૧૩ ચિત્રોને ૨,૪,૯, ૧૩, ૧૭, ૨૦,૨૬,૩૮,૩૯ ૪૧,૪૨,૪૩,૪૫ નંબર આપવામાં આવ્યો છે. નવાં ૧૩ ચિત્રો જે ઉમેય છે તે જૂનાં ૩૫ ચિત્રોમાં અલગ અલગ ચિત્રો સાથે સંબંધ ધરાવતાં હતાં, નવાં ચિત્રોને એક સાથે રજૂ કરવાં કે વચમાં વચમાં જોઇન્ટ કરવાં ? તે મારા માટે એક ચિંતાનો વિષય હતો. એક સાથે જ રજૂ કરવાથી ચિત્રસંપુટની ઉપયોગિતા અને પ્રતિષ્ઠા થોડી ઝંખવાય તેમ હતું એટલે એ ક સાથે ન મૂકતાં યોગ્ય ક્રમે અલગ અલગ ગોઠવ્યાં છે.
ચિત્રો ૩૯ ઊભાં અને હું આડાં, આમ બે સાઇઝમાં ચિતરાવ્યાં છે, જો કે એક જ સાઇઝના થાય તો મઢાવવા વગેરે પ્રસંગોમાં અનુકૂળતા રહે પણ કેટલાક વિષયોનો વિષય જ એવો હોય છે કે તે માટે ફરજિયાત ચિત્ર આડું જ ચીતરવું પડે. વળી ઓરિજિનલ ચિત્રની સાઇઝ બહુ મોટી ન હતી. આડાં ચિત્રોનો નંબર ૮,૧૦,૧૬, ૧૮, ૨૧,૨૨,૨૩, ૩૧ અને ૩૪ છે, બાકીનાં નંબરના ચિત્રો ઊભાં છે,
નવાં ૧૩ ચિત્રો લાઇટ કલરમાં કયાં હોવાથી અને બહુ જૂનાં ન હોવાથી તેમજ તેના ઉપરથી જ સીધું પ્રિન્ટનું કાર્ય થયું હોવાથી જૂનાં ૩૫ ચિત્રો કરતાં આ ચિત્રો એકદમ અલગ તરી આવશે અને આના કારણે મને આંતરિક સંતોષ એ છે કે ત્રીજી આવૃત્તિના જૂનાં રૂ૫ ચિત્રોનાં કંઈક નબળા રિઝલ્ટને નવાં ૧૩ ચિત્રોની આકર્ષક ભવ્યતા અને સુંદરતા જરૂર થોડી ઢાંકશે.
આ ગ્રન્થ એક મહાન વિભૂતિનો અનોખો, બહુમૂલ્ય હોવાથી ગ્રન્થ ચીપ ન લાગે અને તેનું ગૌરવ જળવાઇ રહે માટે ઓફસેટ પધ્ધતિ અને તેની ડિઝાઇનોનો ઉપયોગ જાણી જોઇને વિશેષ કર્યો નથી.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org