________________
નવી ત્રીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન
તીર્થંજર માવાન શ્રી મહાવીર રૂપ ચિત્રોજા સંપુટ' આ નામના ગ્રન્થ શિરોમણિ ગ્રન્થરત્નની પહેલી-બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૩૦, ૨૦૩૨માં જૈન ચિત્રકલા નિદર્શન સમિતિ-મુંબઇ તરફથી પ્રકાશિત થઇ હતી, અને તેની અત્યારે પ્રગટ થનારી ત્રીજી આવૃત્તિ જૈન સંસ્કૃતિકલાકેન્દ્ર તથા પાર્શ્વપદ્માવતી ટ્રસ્ટ આ બંને ટ્રસ્ટના આશ્રય નીચે પ્રકાશિત થઇ રહી છે. આંતર્રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને દેશ-પરદેશના જૈનસમાજમાં છવાઇ ગયેલું, અને અન્ય સમાજમાં પણ જાણીતું થયેલું આ ચિત્રસંપુટ કેટલીક નવીનતાઓ સાથે નયનમનોહર અને અત્યન્ત આકર્ષક એવાં નવાં ૧૩ ચિત્રોના ઉમેરા સાથે પ્રગટ થઇ રહેલ છે તે પૂજ્ય ગુરુદેવ માટે, સાથી કાર્યકરો માટે, પ્રેસ માટે, જૈનસંધ માટે તથા એકંદરે અમારા સહુ માટે અત્યંત આનંદ અને ગૌરવની બાબત છે.
એક વખત તો આ આવૃત્તિ બહાર પડશે કે કેમ ! એવી તીવ્ર ચિંતા થઈ રહી હતી. પૂજ્યશ્રીની છેલ્લા એક વર્ષથી ઠીક રીતે કથળી ગયેલી તબિયત, માથાનું કષ્ટ વગેરે કારણે પ્રસ્તાવના લખવાનો પણ મુડ રહ્યો નહિ. પ્રકાશન ખૂબ મોડું થતાં થોડી હતાશા-નિરાશા પણ ઊભી થઇ હતી. વળી ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવા પ્રસંગે કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થઇ તે અન્ય નિવેદનમાં ટૂંકમાં જણાવ્યું છે. કોઇ ભવિતવ્યતા જ એવી કે આ આવૃત્તિનું કાર્ય એક યા બીજા કારણે ખેંચાતું જ રહ્યું અને ચિત્રસંપુટની રાહ જોઇ રહેલા દેશ-પરદેશના સેંકડો માણસોને અમો જલદી સંતોષી શકયા નહિ.
અમોએ પ્રકાશન થતાં પહેલાં ઓછામાં ઓછા દશ હજાર ગ્રાહકો એડવાન્સમાં નોંધવાનું વિચારેલું. અનેક લોકો સહકાર આપવા તૈયાર હતા, પરંતુ અમારા પ્રમાદે એ દિશામાં કોઇ પ્રવૃત્તિ કરી શકયા નહીં એટલે પુસ્તકની સંખ્યા ફકત છ હજાર જ છે. પુસ્તકોની કોન્ટ્રેટીવ મર્યાદિત હોવાથી પુસ્તક ઘણું મોંધું થવા પામ્યું છે. આ પ્રકાશન મોડું થવાથી ૨૩ તીર્થંકરના ચિત્રસંપુટના તથા બીજાં સાહિત્ય-કલાનાં અધૂરાં કાર્યોને પણ ઘણી ક્ષતિ પહોંચી છે. આ અંગે પૂજયશ્રી ખૂબ ચિંતા સેવે છે. આજે પણ કામમાં ઘણો અવરોધ ઊભો થયો છે.
એક મહત્ત્વનો ઉલ્લેખ કરવો અનિવાર્ય સમજીને અહીં કરીએ છીએ.
જૈન સમાજનું કેવું જબરજસ્ત વિરલ પુણ્ય હશે કે જેવાં ચિત્રકાર તેવા જ કલાપ્રેમી ગુરુ. આ બંનેનું સુભગ મિલન જૈન સમાજ માટે, દેશ-પરદેશ અને જૈન કલાના ક્ષેત્રે કેવું અને કેટલું બધું ઉપકારક બન્યું, એ લખવા માટે તો શબ્દો શોધવા પડે અને ઘણાં પાનાં રોકવા પડે. વળી યોગ્ય ચિત્રકારો તો કદાચ મળી જાય પણ કલામાં ઊંડો રસ ધરાવતા જૈનધર્મગુરુ મળવા એ સહેલું નથી. બંનેના પુરુષાર્થના કારણે ભગવાન મહાવીરનાં શ્રેષ્ઠ ચિત્રોની અનુપમ ભેટ જૈનસમાજને - સહુને મળી, તે કદી પણ મળત નહિ. એક પુસ્તકના પ્રકાશન પાછળ ૨૦-૨૦ વર્ષ સુધી મથ્યા રહેવું અને બધી રીતે શ્રેષ્ઠકોટિનું પ્રકાશન તૈયાર કરી, લાખો રૂપિયાનો ખર્ચ કરાવી, વિમોચનના સમારોહો યોજી પ્રસિદ્ધિથી દૂર રહેતા એવા ચિત્રકારને અને તેમની ક્લાને સર્વત્ર પ્રસિદ્ધિ આપવાનું કાર્ય પૂ. ગુરુદેવ જ કરી શકે. જૈન સમાજ ઉપર, પ્રજા ઉપર પૂજ્યશ્રીએ શબ્દોથી ન નવાજી શકાય એવો અસીમ ઉપકાર કર્યો છે.
હવે પછી ૨૩ તીર્થંકરનું સંપુટ વગેરે પ્રકાશન તૈયાર કરવાનું છે પણ પૂજય ગુરુદેવને પોતાની કથળેલી તબિયતના કારણે ખૂબ ચિંતા થઇ રહી છે કે આ કાર્ય મારા હાથે તૈયાર થઇ શકશે કે કેમ ! શાસનદેવને પ્રાર્થના કરીએ કે દેવ-ગુરુ કૃપાથી તેઓશ્રીનું સ્વાસ્થ્ય સારૂં રહે અને બાકીનાં કલાનાં પ્રકાશનોની ભેટ જલદીમાં જલદી જૈનસંઘને પ્રાપ્ત થાય !
આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન મહાનતીર્થ સિદ્ધાચલની પાવન ભૂમિમાં તૈયાર ધવાનો સુભગ યોગ પ્રાપ્ત થયો. પૂજયશ્રીની શારીરિક-માનસિક તબિયતના સંયોગો જોતાં આ કાર્ય માટે તેઓશ્રીને આ ક્ષેત્રમાં રહેવું તે અનિવાર્ય જરૂરી બનતાં પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની છત્રછાયામાં, પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાનની પવિત્ર કૃપા,શાસનદેવ તથા પૂજ્યશ્રી ઉપર વરસોથી કૃપાવર્ષા વરસાવી રહેલા મા ભગવતી પદ્માવતીજીની સહાયથી તેમજ અમારા તારક અને અવિરત અનેક ઉપકારોની વર્ષા વરસાવનારા, વંદનીય, શાસનપ્રભાવક ગુરુદેવો-પરમપૂજય આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તેમના પટ્ટશિષ્ય વયોવૃદ્ધ પરમપૂજય આ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ, લેખક – સંપાદકશ્રીના વિદ્વર્ય, યુગદિવાકર ગુરુદેવ પરમપૂજ્ય આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની કૃપા, પૂજ્યશ્રીના તથા અન્ય સંધાડાના સાધુ - સાધ્વીજીઓના, તથા એક યા બીજી રીતે સહાયક થનારા નામી-અનામી સહુના સહકાર અને શુભેચ્છાથી આ પ્રકાશન તૈયાર થયું છે તેથી તે સહુનો આભાર માની ધન્યવાદ
આપીએ છીએ.
હવે આ બહુમૂલ્ય પુસ્તકની વિશાળ પ્રેસકોપી અને મેટર તૈયાર કરવામાં અને પ્રૂફરીડીંગ કરવામાં જેમનો સહુથી શ્રેષ્ઠ અસાધારણ ફાળો રહ્યો છે તેમનો આભાર માનવા અંગેની ભૂમિકા એ છે કે
Jain Education International
પૂજ્ય ગુરુદેવ ચિત્રસંપુટનું કામ શરૂ કરવાના હતા ત્યારે તેમનો જમણો હાથ એકસીડન્ટના કારણે લખવામાં અંતરાયરૂપ બન્યો હતો. આંખે પણ મોતિયો હોવાથી તેની તકલીફ ઊભી હતી એટલે આ કાર્યમાં સહાયરૂપ બની શકે એવી કોઇ અનુકૂળ અને સમજદાર વ્યકિતની શોધમાં હતા. એમાં બે વર્ષ વીત્યાં પણ કોઇ અનુકૂળ વ્યકિત મળી નહીં. છેવટે અકસ્માત એક અનુકૂળ વ્યકિત પ્રાપ્ત થઇ અને કાર્યમાં ગતિ આવી. ત્રીજી આવૃત્તિનું વિશાળ લેખન કરવું, પછી પ્રેસકોપી તૈયાર કરવી, મૂકો જોવા અને તે અંગેની બીજી નાની-મોટી અનેક જવાબદારીઓ ભારે ઉમંગ ઉત્સાહથી એમને સંભાળી લીધી, તેથી બધું ભગીરથ કાર્ય પાર પડયું અને આ કારણે આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન શકય બન્યું. જો આવા અપ્રમાદી, કુશળ સહાયક ન મલ્યા હોત તો ઘણી મુશ્કેલી ઊભી થાત. આ વ્યકિત હતી એક સાધ્વીજી. પૂજયશ્રીની પાલીતાણામાં આચાર્ય પદવી થઇ તે પછીના ત્રીજા જ દિવસે પૂજય યુગદિવાકરશ્રીની નિશ્રામાં સાહિત્યમંદિરમાં પૂજયશ્રીજીના હાથે જ રજોહરણ લઇ દીક્ષિત થયેલા વિનયવંતા, ગુણીયલ સાધ્વી શ્રી પુષ્પયશાશ્રીજી મહારાજના સુવિનીત, સતત ઉદ્યમી સાધ્વી શ્રી પુનિતયશાશ્રીજી મહારાજ. અમો એમના ખૂબ ખૂબ આભારી છીએ, અને ગુણવંતા, જ્ઞાનભકિતવંતા ગુરુ-શિષ્યાને હાર્દિક અભિનંદન આપી ભાવભીના વંદન કરીએ છીએ.આજ સુધીમાં તેઓશ્રી પૂજ્ય ગુરુદેવો હસ્તકનાં નવાં લખાણો અને ઉતારાનાં સાતેક હજારથી વધુ પાનાં લખી ચુકયા છે. છાપેલા જેવા અતિસુંદર હસ્તાક્ષરોમાં લખીને તેમણે લેખનકળાની એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બંને વંદનીય આત્માઓ શ્રુતભકિત અને શાસનભકિતનાં સહુના કલ્યાણાર્થે આવાં ને આવાં કાર્યો ઉત્તરોત્તર કરતાં રહે એ જ શાસનદેવને અમારી પ્રાર્થના છે.
પૂજય ગુરુદેવના કાર્યમાં અનેક રીતે સતત સહાયમાં રહેનારા સેવાભાવી ઉત્સાહી, ભકિતવંતા મુનિરાજો પરમપૂજય પંન્યાસજી શ્રીમાન વાચસ્પતિવિજયજી મ. તથા છોટા મુનિવર શ્રી જયભદ્રવિજયજી મ. ને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
તે પછી સંસ્થાના કાર્યકર્તાઓનો તથા શ્રી કનુભાઇપારેખનો તેમજ ત્રીજી આવૃતિનાં ચિત્રો માટેના પુનર્મુદ્રણ અંગેના કામમાં ઊભી થયેલી ઘણી ચિંતા અને મુશ્કેલીઓ છતાં પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરી સુંદર રીતે ચિત્રોનું તથા સમગ્ર પુસ્તકનું મુદ્રણ કરી આપનાર વિરાજપ્રેસના માલિક સૌજન્ય સ્વભાવી શ્રી અશ્વિનભાઇ તથા તેમના સાથી આકૃતિ એન્ટરપ્રાઇઝના ઉત્સાહી માલિક શ્રી પ્રદીપભાઇ દવે જેઓએ ફોટોકમ્પોઝ પધ્ધતિએ પરિશિષ્ટો વગેરેનું છાપકામ સુંદર થાય એ માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો અને પહેલેથી ઠેઠ સુધી સારી રીતે સહાયક બની રહયા તેથી તેમનો, તથા પ્રેસના કુશળ કાર્યકરોનો તેમજ તેમના સહાયક ધર્માત્મા ભાઇશ્રી નરોત્તમભાઇ શાહ તેમજ ભકિતવંત કાર્યકર ભાઇશ્રી રોહિતભાઇનો પણ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ, ખરેખર ! સહુએ ભગવાન શ્રી મહાવીરના પુસ્તક દ્વારા ભક્તિ કરીને મોટું પુણ્ય બાંધ્યું છે.
આ બહુમૂલ્ય ગ્રન્થરત્ને સેંકડો ઘરોમાં બાળકોથી લઇ વૃદ્ધો સુધી અનેકને આનંદ અને વિવિધરીતે પ્રેરણાનો પ્રકાશ આપ્યો છે, પરંતુ જૈનસમાજમાં પ્રચારનું મહત્ત્વ કે ગૌરવ ખાસ ન હોવાથી આવાં કિંમતી પુસ્તકો ખરીદવા અથવા બીજાઓને ખાસ પ્રેરણા આપી ખરીદાવવાની બાબતમાં સમાજ ખૂબ જ ઉદાસીન છે એટલે આ પુસ્તકનાં પ્રશંસકો તથા જૈનસંધને અમારી નમ્ર વિનંતિ છે કે આ પુસ્તકોનો ધરખમ પ્રચાર થાય, શક્તિસંપન્ન વર્ગ પોતે પુસ્તક ખરીદે, જરૂર પડે ત્યાં બીજે ભેટ આપે. લોકોના ઘરમાં ભગવાન મહાવીર વધારેમાં વધારે પ્રવેશ કરે પ્રસ્થાપિત થાય તે માટે બેદરકારીછોડી પ્રયત્ન કરવાનમ્ર વિનંતિ છે. જૈન સાહિત્યમંદિર, પાલીતાણા - વિ. સં. ૨૦૪૮
- પ્રકાશકો
For Personal & Private Use Only
www.jainelibrary.org/