SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સેટો અન્ય આચાર્યો, શ્રીમંતોએ ખરીદી લીધા હતા. મુંબઈ - ઘાટકોપર સર્વોદય હોસ્પિટલના દેવદર્શન હોલમાં ૩૦ ફૂટ લાંબા અને ૧oo ફૂટ ઊંચા હેલના મથાળાના ભાગે મારી સૂચનાથી ૨૦ થી ૩૦ ફૂટ લાંબાં રંગીન ચિત્રો ચિત્રકાર પાસે ચિતરાવવામાં અાવ્યાં છે. રાજસ્થાનમાં જયપુર શહેરમાં જન આત્માનંદ ઉપાશ્રયમાં યુક્તિમની રચના કરવામાં આવી છે, ત્યાં જયપુરી માટએ પાસે જયપુરી બારીક કલમ દ્વારા પાંત્રીસ ચિત્રો સંપૂર્ણ ક્લરમાં ચિતરાવવામાં આવ્યાં. તેમાં સહુથી મોટું એક ચિત્ર તો મારી (એટલે મુનિશ્રી યશોવિજયજીની) પ્રેરણાથી વાલકેશ્વર ટ્રસ્ટે કરાવ્યું. મુંબઈ - મરીન લેન્સમાં માંગરોળ મહિલા સમાજના હોલમાં તથા બીજા એક-બે સ્થળે પેપરકટીંગની ડિઝાઇનોનો સેટ આકર્ષક રીતે ગોઠવવામાં આવ્યો છે. કેટલાક દિગંબર સાહી પ્રચારક ભાઈઓએ ૩૫ ચિત્રોની સ્લાઈડ્ઝ બનાવીને અનેક સ્થળોએ પબ્લિકને બતાવી હતી. ભગવાન મહાવીરનું જીવન, સાધના, સિદ્ધિ જોઇને પ્રેસ કો ભારે પ્રભાવિત બન્યા હતા. શ્વેતાંબર ફોટોગ્રાફરોએ પણ સ્લાઇડો બનાવી પ્રચારમાં સાથ આપ્યો હતો. પેપર કટીંગનાં ભગવાન મહાવીરનાં ૨૭ચિત્રોના ફોયલઈને તેની ઝેરોક્ષ નકલ બનાવીને સુંદર પુસ્તક રૂપે મુંબઈના પ્રકાશ પ્રિન્ટર્સ પ્રેસે પ્રગટ કર્યું છે. લાઇનવર્કનાં ચિત્રો હોવાથી છાપવા માટે ખૂબ અનુકૂળ રહેશે. બિહાર પ્રાંતની રાજગૃઈ પાસે વીરાયતનના નામથી ઊભા થયેલા નવા સંકુલમાં બ્રાહ્મી મંદિરનું ભવ્ય મકાન છે, તેમાં ક્લકત્તાના કલાકારો દ્વારા ચિત્રસંપુટનાં ચિત્રો ઉપરથી પોતાની આગવી પધ્ધતિ મુજબ માટીની આકૃતિઓ તૈયાર કરી તેનાં ઉપર કપડાં વગેરેના શણગાર સજીને બહુ સુંદર રીતે ગોઠવણ કરવામાં આવી છે, ત્યાં જનારા લોકો જોઇને અત્યંત મુગ્ધ બની જાય છે. આ કામ સં. ૨૦૩૩ માં શરૂ કરવાનું હતું. ત્યારે અમો મુંબઈથી સંઘ લઈને પાલીતાણા માવ્યા હતા, ત્યારે સંકુલના પ્રેરક વિદ્વવર્ષ ૫. શ્રી અમરમુનિ તથા મહાસતી ચંદનાજી વગેરેએ મારા ઉપર પત્રો લખીને ચિત્રોના આયોજન વગેરેમાં માર્ગદર્શન માટે રાજગૃહી વીરાયતન પધારવા ભાવભીનું આમંત્રણ આપ્યું હતું, ધમાં સાધુઓએ કાગળ, વસ્ત્ર ઉપર ભારે ખરચે સોનેરી બારસાસૂત્ર લખાવ્યાં. તેની અંદર નાની પોથી સાઇઝનાં પાનામાં ચિત્રસંપુટનાં જ ચિત્રો કલાકારો પાસે નવાં ચિતરાવીને મૂકવામાં આવ્યાં છે. આ ચિત્રોએ પ્રાયઃ પંદરથી વધુ પ્રાંતોમાં સ્થાન મેળવ્યું હશે. પાલીતાણા તીર્થના વિશાળ મ્યુજ્યિમમાં રાજગૃહીના વીરાયતનના બાબી મંદિરની જેમ જ ભગવાન મહાવીરના ચિત્રસંપુટનાં ચિત્રોની ભવ્ય આકર્ષક રચનાઓ કરવામાં આવી છે, પાસની સળીઓની કલાદ્વારા અને તારે દ્વારા ભગવાન મહાવીરનાં કેટલાંક ચિત્રો ક્લાકારોએ વૈચાણમાં બજારમાં મૂક્યાં. આ માટેની પ્રેરણા મેં આપી હતી, મારૂ ધ્યેય અનેક માધ્યમો ઉપર ભગવાન મહાવીરને રજૂ કરવાનું અને પ્રસિધ્ધિ આપવાનું હતું. રાજસ્થાનના નાકોડા તીર્થમાં અમારી પ્રેરણાથી નાકોવના ભાવિક ટ્રસ્ટીઓએ લાખો રૂપિયાના ખર્ચે ‘મહાવીરભવન’ બનાવ્યું. તેમાં પાંત્રીસે ક્લર ચિત્રોને પાંચ પાંચ ફૂટ જેવડાં એન્લાર્જમેંન્ટ બનાવી લેમીનેશન કરી, બાજુમાં ત્રણેય ભાષામાં પરિચય આપી ભવ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે. કેન્દ્રમાં ભગવાન મહાવીરનું બેનમૂન ભવ્ય મંદિર બનાવ્યું છે. સ્થાન અત્યંત જોવાલાયક બન્યું છે, ખાવાં મઘવીરભવનો અનેક સ્થળે થાય તો કેવું સારું! ચિત્રસંપુટમાં પેપરકટગમાં નવકારમંત્રનું પ્રથમ જે ચિત્ર છાયું છે તેનો વપરાશ પણ ધરખમ થયો છે. બુક્સેલરો, કલાકારો, મંડપવાળાઓ વગેરે અનેક ક્ષેત્રમાં કર્યો. આ ડિઝાઇન મારી પસંદગીની હતી તેથી તે સહુને પ્રિય થઈ પડી. જુદં જુદ્ધ પ્રેરક લચિત્રો, ત્રિશલાના ચૌદ સ્વપ્ન વગેરેની અનેક સ્થળોએ રંગોલીઓ થવા પામી. વિદ્યાર્થીઓમાં ચિત્રો ચીતરવાની ઠેરઠેર ઇનામી હરિફાઈઓ પણ યોજાઇ, અમેરિકા નવા તૈયાર થએલા સિદ્ધાચલના મહાન પ્રસિદ્ધ ધામમાં અહિંસાના પ્રખર પ્રચારક મુનિશ્રી સુશીલકુમારજી પ્રેરિત ચિત્રસંપુટનાં ચિત્રો ઉપરથી ચિત્રો થવાનાં છે. લંડનના જન સેન્ટર લેસ્ટરમાં સન્ ૧૯૮૯ માં બંધાયેલા ભવ્ય દહેરાસરમાં તેના કાચના દરવાજાઓમાં આ ચિત્રસંપુટ ઉપરથી જ ભારતમાં તૈયાર કરાવેલાં ચિત્રો ફીટ કરવામાં આવ્યાં છે, તે ઉપરાંત દેશના અનેક મંદિરોમાં, ઉપાશ્રયોમાં, ઘરોમાં, અમેરિકા લંડન વગેરે સ્થળે કોઇ કોઇ શ્રાવકોનાં ઘરોમાં પણ પોતપોતાની પસંદગી મુજબ ચિત્રો લાગી ગયાં છે. જરીના ચંદરવા-કુંઠિયાનું ધામ ગણાતા સુરતમાં ઉજમણાંદિ નિમિત્તે પણ ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને પુઠિયા ઉપર જરીથી ભરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં ચંદરવા ભરાયા હતા. કોઇ કોઇ જન - જનેતરની ગુજરાત વગેરે સ્થળની ખાનગી હોસ્પિટલોમાં પણ મારી પસંદગીનાં ચિત્રોને મોટી સાઇઝમાં ચિતરાવીને મૂકવામાં આવ્યાં છે. કેટલાંક શહેરોનાં જન મંદિરોમાં દીવેચા કે પ્રકાશ ગ્લાસવર્ક દ્વારા ભગવાન મહાવીરનાં ભવ્ય ચિત્રો બિલોરી કાચમાં બનાવી મૂકવામાં આવ્યાં છે. બનારસ-કાશીમાં રેશમના રૂમાલો ઉપર સાડીની જેમ તાણાવાણાથી ભગવાન શ્રી મહાવીરના જીવનપ્રસંગો વણી લેવામાં આવ્યા છે, નિર્વાણ મોત્સવ વખતે સારાય દેશની ચારે દિશામાં વર્તતા જનસંયોએ જન જન સંસ્થાઓએ પણ જાહેર સમારંભમાં મૂકવા માટે ચિત્રસંપુટનાં કેટલાંક ચિત્રોનો સારો એવો ઉપયોગ કર્યો હતો. કેટલેક સ્થળે મોટી સાઇઝનાં ચિત્રો ચિતરાવી તેનો લાભ ઉઠાવ્યો હતો. ભગવાન મહાવીરનાં તમામ મિત્રો જયપુરના શ્રેષ્ઠ કલાકારે ધથીદાંતની પાટલીઓ ઉપર ચિતયાં છે. ચંદનનું મંદિર બનાવીને તેને ફરતા ભગવાન મહાવીરના અનેક પ્રસંગો ચંદનથી બનાવી પેસ્ટીંગ ક્યાં છે, દેરાસરના દરવાજાઓમાં ઓરિસ્સાના કલાકારો પાસે મારા માર્ગદર્શન નીચે ભગવાન મહાવીરના જીવનપ્રસંગને લાકડાથી અતિ સુંદર બનાવી તેના ઉપર ચાંદી જડીને બારણાં ઉપર ચીટકાવી શ્રેઠકોટિનાં બારણાં તૈયાર કરાવ્યાં છે, અને તે મુંબઈ-વાલકેશ્વર બાબુના દેરાસરના ઉપર નીચેના દરવાજામાં અને બીજા સ્થળે પણ લગાડ્યાં છે. નિવણ મહોત્સવના પ્રારંભમાં મહારાષ્ટ્ર સરકારે ભગવાન મહાવીરનાં લાખેક ચિત્રો છપાવવાનું નકકી કર્યું હતું. જેના આગેવાનો સાથે મહારાષ્ટ્રના અધિકારીઓ મને મળવા પણ આવ્યા હતા. મારી પાસે ભગવાન મહાવીરનું એક સુંદર ચિત્ર હતું તે તેમને આપ્યું હતું અને તેના ઉપરથી પચાસ હજાર નક્લો છપાવી મહારાષ્ટ્રમાં સર્વત્ર મોક્લી હતી. નિર્વાણ મહોત્સવ પ્રસંગે અનેક સ્થળોએ ભગવાન મહાવીરના જુદા જુદા પ્રસંગનાં આબેહૂબ આકર્ષ, ચિત્રોની રંગોળીખો કાઢવામાં આવી હતી. રંગોળીનોની ઇનામી યોજનાઓ પણ રાખી હતી અને તેના ઉદ્ઘાટન સમારંભો પણ યોજાયા હતા. મુંબઇની દીવેચા કે પ્રકાશ ગ્લાસવર્ડ કંપની દ્વારા બિલોરી કાચમાં સોનેરી રૂપેરી કલર વગેરે કામ દ્વારા અતિભવ્ય આકર્ષક ભગવાન મહાવીરના વિવિધ જીવનપ્રસંગો મુંબઈ, અમદાવાદ, ઉત્તરપ્રદેશ વગેરે અનેક સ્થળનાં દહેરાસરો, ઉપાશ્રયો તેમજ વ્યકિતગત બંગલાઓમાં લગાડયા છે, તે તે સ્થાનના શણગારરૂપ બન્યા છે. નિવલિ મહોત્સવ પ્રસંગે મહારાષ્ટ્રના રાજયની માલિકીનાં ઉર્દુ મરાઠી વગેરે માસિક પત્રોમાં ભગવાન મહાવીરના ચિત્રસંપુટ ઉપરથી નવી ડિઝાઈનોને ઉપસાવી માસિકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને આવરી લેવાયા હતા. કાષ્ઠ, હાથીદાંત, ચંદન, કાપડ, ગ્લાસ, કાચ, આઇવરી, પેરિસ ઓફ પ્લાસ્ટર તથા વિવિધ ધાતુઓ જેવી કે “ ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ, આરસ, પિત્તળ વગેરે અનેક માધ્યમો ઉપર ભગવાન મહાવીરના ચિત્રસંપુટનાં ચિત્રો ઉપરથી સહુએ પોતાની પસંદગી પ્રમાણે ક્લાની વિવિધ દ્રષ્ટિએ કલાકાર પાસે બનાવરાવ્યાં છે. મુંબઈના કલાકાર દ્વારા પીપળનાં પાન ઉપર ઓઈલકલરથી ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રો તૈયાર થયાં છે. મારી પાસે તેનાં વીસેક ચિત્રો હાજર છે. પ્રલમાં મારા હસ્તક બાર પડેલ જયપુરી ચિત્રસંપુટમાં થોડા નમૂના મૂકયા છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ સરકારે ભગવાન મહાવીરનાં પસંદ કરેલાં વીસેક ચિત્રોને જોયું પાટિયા ઉપર કલાકારો પાસે ચિતરાવીને તેને અનેક ટૂકો ઉપર ગોઠવીને મળેલી મામિતી મુજબ દક્ષિણ ભારતના ચારેય પ્રાંતોમાં આ ચિત્રોને એક મહિના સુધી ફેરવવામાં આવ્યાં હતાં, સાથે ચિત્રપરિચયની પત્રિકાઓ પણ વહેંચવામાં આવી હતી, જેથી ભગવાન મહાવીર કોણ હતા ? કેવા હતાં ? કેવી રીતે સાધના કરી? આત્મસિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી તેની અજેન પ્રજાને પણ ઝાંખી થવા પામી. દક્ષિણ ભારતના કેટલાક શ્રીમંત વેપારીઓએ ચિત્રસંપુટનાં સમોસરણ વગેરે ચિત્રો ઉપરથી તદન નવાં જ ચિત્રો ચિતરાવી હજારોની સંખ્યામાં વહેંચ્યાં હતાં. જયપુર, યુરૂગામ આદિમાં થતાં સુખડનાં કમળો, છીપલા થઇપની બોલ-ડળીઓ, શ્રીફળ આદિ જાતજાતનાં માધ્યમોનાં ફળોની ડિઝાઇનોમાં ભગવાન પ્રવીરનાં ચિત્રોની આકૃતિઓ ઉપસાવવામાં આવે છે. ભગવાન મહાવીરનાં ૩૫ ચિત્રોમાંથી ૨૮ ચિત્રોની પસંદગી કરીને ગુજરાત પાટણના ભૈયાજી . ક્લાકાર પાસે નવી આઉટ લાઇન બનાવીને, મને બતાવ્યાં બાદ ૨૮ ચિત્રોનો પેપરકટીંગવાળો સેટ તૈયાર કર્યો હતો. તેનો સેટ ક્લાકાર ભૈયાજીએ આગ્રહ કરીને મને ભેટ આપ્યો હતો. બાકીના કેટલાંક જેન કંપનીઓએ, પેઢીઓએ તથા અનેક સ્થળેથી દિવાળી કાર્ડો તથા ક્ષમાપના કાર્ડ ત્રિસંપુટના ચિત્રો સાથે છાપ્યાં હતાં. Jan 224cation Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy