SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ नवरस अंगेनी मारी भूमिका મન ઈન્દ્રિયને પામેલા જીવો અબજો છે. તેથી તેમના હૃદયમાં પ્રવાહિત થતાં રસો પણ અબજો હોઈ શકે છે પણ અબજોની ગણત્રી કે વર્ણન કરવું અશકય હોવાથી આર્ષ વિદ્વાનોએ અબજો રસોનું વર્ગીકરણ કરી તેનો નવમાં સમાવેશ કર્યો છે અને સાહિત્ય વિભાગના અલંકાર શાસ્ત્રમાં નવરસોભાવોને વર્ણવવામાં આવ્યા છે. જો કે અન્યત્ર સાહિત્યાદિ ગ્રન્થોમાં એકબીજા રસનો અંતર્ગત સમાવેશ કરીને અથવા ગૌણ મુખ્યની અપેક્ષા રાખીને આઠ પણ કહ્યા છે, એમ નવ અથવા દશ રસ પણ દર્શાવ્યા છે. કોઈકે નૂતન નામનો રસ પણ દર્શાવ્યો છે. જેમકે- જૈન શાસ્ત્રના અનુયાણા નામના શ્રદ્ધેય આગમના સૂત્ર ૨૬૨ (ગા.૬૩)માં નવરસોની નોંધ લેતા વ્યક્રમથી વીર, શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, બ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરૂણ અને પ્રશાંત એ રીતે બતાવ્યા છે. એમાં બ્રીડનક રસ નવો છે. આ રસ બીજા ગ્રન્થોમાં વાંચવા મલ્યો નથી. અનુયોગદ્વારમાં ભયાનક રસને આપ્યો નથી પણ ત્યાં એવી સ્પષ્ટતા કરી છે કે ભયાનકનો અમોએ રૌદ્ર રસમાં સમાવેશ કરેલો હોવાથી અમે તેનું અલગ કથન કર્યું નથી. આ બધી ગ્રન્થકારોની બુદ્ધિની વિવેક્ષા હોય છે. વીડનક એટલે શું? તો પૂજયની પૂજાનો વ્યતિક્રમ થતાં એટલે અનાદર જેવી પરિસ્થિતિ ઊભી થતાં,અથવા કોઈ ખાનગી ગુપ્ત વાત કહ્યા પછી વાત કહેનારી વ્યકિતને પોતાના મનમાં જે આંતરિક શરમનો જે ભાવ ઉપજે તેને બ્રીડનક રસનો આવિર્ભાવ કહેવાય. આ રસનું મુખ્યચિહનલજજા અને શંકાશીલતા છે. આધુનિક અલંકાર શાસ્ત્રોમાં આ રસનો કયાંય ઉલ્લેખ નથી. ભારતના ગ્રન્થમાં (આ. ૬. શ્લોક. ૧પ) શાન્ત રસસિવાયના શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત આ આઠ રસોને નોંધ્યા છે. મમ્મટ કૃત ‘કાવ્ય-પ્રકાશ'માં શાન્ત રસને ઉમેરીને નવ રસો વર્ણવ્યા છે. કાવ્યાલંકાર અને કાવ્યાનુશાસનને પણ એ જ નવરસ અભિપ્રેત છે. રૂદ્ર કાવ્યાલંકારમાં નવ રસ ઉપરાંત દસમો pવાન રસ જણાવ્યો છે. ३७. नवरसने उत्पन्न करवामां कई कई वस्तुओ निमित्त बने छे ते વિશ્વમાં પ્રસિદ્ધ નવરસના ભાવોને વ્યકત કરતાં ચિત્રો ચિતરવાની પ્રથા જૂની-પુરાણી ચાલી આવે છે, પણ મને થયું કે જે કારણથી આરસો પેદા થાય છે એ કારણનાં ચિત્રો અધાવધિ-આજ સુધી કોઈએ બનાવ્યાં હોય તેવું જાણવા મળ્યું નથી. કદાચ કલ્પના પણ નહીં આવી હોય એવું પણ બને. મને વળી વિચાર આવ્યો અને કયા રસો માટે કયું દશ્ય-ચિત્ર પસંદ કરવું એ માટે ખૂબ ખૂબ વિચારીને દશ્યો નકકી કર્યા અને નવરસના નવ કારણભૂત દેશ્યોની પટ્ટી બનાવરાવી. જેમકે શુંગારરસની અનુભૂતિમાં ભલે અનેક કારણો હોય છતાં પણ પ્રઘાનકારણ તરીકે સુંદર સ્ત્રી હોય છે, તેને જોવાથી તે રસ પેદા થાય છે, તેથી, અહીં તે ચિત્ર પ્રથમ મૂકયું છે. બીજું સરકસનો જોકર મૂકયો છે જેને જોઈને પ્રેક્ષકોમાં હાસ્યરસ જાગી જાય, આમ નવ રસોનાં આ ચિત્રો તેના કારણરૂપે છે અને નવરસો તેનાં કાર્યરૂપે છે. ३८. उत्पन्न यओला रसोनुं विविध मुखाकृतिओ द्वारा दर्शन આ ચિત્રપટ્ટીમાં નવરસની પહેલી પટ્ટીમાં ઉત્પન્ન થતાં નવરસોના ભાવને વ્યકત કરતાં ચિત્રો છે, જે ચિત્રો જેવાથી તરત સમજાય તેવું છે જેથી તેની વધુ સમજ આપવાની જરૂર નથી. ३९. हाथना आवर्तों द्वारा जाप माटे सर्जाती विविध प्रकारनी आकृतिओ કોઈપણ અક્ષર, શબ્દ કે મંત્રનો જાપ સંખ્યાની સાથે સંબંધિત હોય તો તેને માટે બે પ્રકાર વધુ અનુકૂળ બને છે, કાં હાથમાં મણકાની માળા રાખે, કાં તો આંગળીના વેઢાથી ગણે. આંગળીના વેઢાથી ગણવાની વાત આવી ત્યારે પ્રસ્તુત જાપને વધુ પ્રભાવિત કે અર્થપૂર્ણ બનાવવા આવર્તી નિર્માણ થયાં. માળા રાખવાની, શોધવાની ખટપટ-ચિંતા જ નહિ, આવર્તી એટલે વિવિધ પ્રકારોથી સર્જતી આકૃતિઓ. અહીંયા આપેલી પટ્ટી ગણવામાં ઉપયોગી એવા સાત-આઠ પ્રકારનાં આવર્તાની છે. ચિત્રમાં ટેકણ તરીકે અથવા જાપ તરીકે પણ શંખાવર્ત ઉપયોગી હોવાથી ત્રીજ ચિત્ર શંખાવર્તનું છે. આ બંનેના સંબંધથી શંખાવર્તનો જાપ કરાય છે. જમણા હાથનો શંખાવર્ત ૧૨ આંકડાનો છે. બાર કાને એક વખત ગણીએ ત્યારે એક વાર ૧૨ થાય એ એક વારની યાદ ભુલી ન જવાય માટે બે હાથના પંજા પાસે પાસે રાખીને જમણા હાથના શંખાકારે ૧૨ વેઢા પર જાપ પૂરો થતાં ટેકણ એટલે એક વાર થયો, એ ખ્યાલ રહે માટે ડાબા હાથના પંજામાં બીજી આંગળીના વચલા વેઢા ઉપર અંગૂઠો મુકવામાં આવે છે. પછી પાછા જમણા હાથે બીજી વાર ૧૨ ગણાય ત્યારે ડાબા હાથની ત્રીજી આંગળીના બીજા વેઢા ઉપર અંગૂઠો ટેકણ તરીકે મુકાય છે. એમ ડાબા હાથના નવ વખત ટેકણ થઈ જાય, જમણા હાથે ૯ (નવ) વખતે ૧૨ (બાર) ગણાય એટલે ૧૦૮નો જાપ પૂરો થઈ જાય. આવર્તથી જાપ કરવો હોય તો સંખ્યાની ગણત્રી માટે સાતના આંકડાના આકારે રહેલા વેઢા ઉપર અંગૂઠો મુકવાનો છે અને બાર વખત કેમ ગણવા તે માટે ત્રીજું શંખાવર્તનું ચિત્ર જુઓ. એમાં એક કયાં છે તે જુઓ. અંગૂઠા દ્વારા એક-બે એમ શરૂ કરવું. બાર વેઢા ઉપર આંગળી ફરતાં પ્રસ્તુત આકૃતિ સર્જાય છે. આ રીતે બીજું એક ચિત્ર બંધાવર્તના ચાર પૈકી એક ભાગના આકારનું છે. આ બંધાવર્તની પૂર્ણાકૃતિ જૈનધર્મ સિવાય કયાંય નથી. આથી જ મેં સં. ૧૯૯૫માં પાલીતાણા જૈન સાહિત્ય મંદિર મારી સંપૂર્ણ કલ્પના અને રૂચિ પ્રમાણે થવાનું હતું એટલે જ્ઞાનમંદિરના હોલની છતમાં કેન્દ્રમાં અતિભવ્ય લાગે તે રીતે કાષ્ઠ પટ્ટીથી ૫-૫ ફૂટની બંધાવર્તની આકૃતિ દોરાવી છે, અને આચિત્રસંપુટના પ્રથમ ટાઈટલમાં પણ જેજે. એમાં પણ એ જ આકૃતિ ઉપર મારી પસંદગી ઉતારી છે. કેમ કે તેની જોડ જૈનધર્મ સિવાય વિશ્વમાં કયાંય નથી, તેથી પબ્લિકની નજરમાં આ આકૃતિની જાણ થાય તે અતિ જરૂરી છે એમ સમજીને. જો કે સ્વસ્તિક-સાથિયાની આકૃતિ તો સર્વત્ર મળશે પણ આની જોડ નહીં જ મળે. ૭૦, નાટ્યકારોએ તો જન્ય જનક ભાવનું અનુસંધાન કરીને શૃંગાર, રેંદ્ર, વીર, બીભત્સ આ ચારને મૂલ રસ તરીકે વર્ણવી જનક રૂપે જણાવ્યા છે. આ ચારમાં ક્રમશ હાસ્ય, કરૂણ, અદભુત અને ભયાનક ૨સો જન્ય એટલે ઉત્પન્ન થાય છે, એમ જણાવી માત્ર ચાર રસને જ સ્વીકાર્યા છે, બાકી બીજી રીતે વિચારીએ તો રસ અસંખ્ય છે. ૧૨૯ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy