SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૨૮ Jain Education International ३५. गर्भस्थित बालकनी पहेला महिनाथी नव महिना सुधीनी अवस्थाओनो तथा अन्य बाबतोनो ख्याल आपती अति दुर्लभ पट्टी આ પટ્ટી જોઈને ઘડીભર વાચકોને આશ્ચર્ય થશે કે આ પટ્ટી આપવાની શું જરૂર હતી? એનો જવાબ આ પટ્ટીના અંતમાં આપેલું લખાણ વાંચવાથી મળી જશે. આ પટ્ટી આપવાનાં અનેક કારણો છે પણ આ પુસ્તકમાં લખવાની ઘણી મર્યાદા હોવાથી દરેક બાબતો મહત્ત્વની હોવા છતાં પણ ટૂંકમાં જ લખવાની રહે છે. મને એમ થયું કે જન્મ પહેલાં જે ઘરમાં નવ નવ મહિના સુધી ગર્ભાશયની અંધારી કોટડીમાં વસવાટ કર્યો, ઉછેર થયો એનો પ્રત્યક્ષ અનુભવ આ ધરતી ઉપર ડોકટરો સિવાય બીજા કોઈને થતો નથી. એકસરે યંત્રની શોધ થયા પછી એ યંત્રો દ્વારા ગર્ભાશયના ફોટા લેવાયા ત્યારે, નવ મહિનાની સ્થિતિનો ડોકટરોને પૂરતો-સાચો ખ્યાલ મલ્યો, પછી તો વિશ્વની પ્રજાને પણ ખ્યાલ મળ્યો. આપણે ત્યાં જીવને ગર્ભાશયમાં કેવાં દુઃખો ભોગવવાં પડે છે. જન્મ સમયની વેદના કેવી હોય છે તેનું વર્ણન શાસ્ત્રોમાં અને સજઝાયોમાં કરવામાં આવ્યું છે. મને થયું કે મારી પ્રજાને ગર્ભાવાસનું ચિત્રો દ્વારા દર્શન કરાવું. જન્મ વખતે તે કેવો સૂક્ષ્મ શરીરી હોય છે. પછી દર મહિને કેવી કેવી રીતે વધતો જાય છે, તેમજ પૂર્વજન્મમાંથી તૈજસ-કાર્યણ નામના શરીરોને લઈને આવતો જીવ જન્મ લેવા માતાના ગર્ભમાં દાખલ થતાંની સાથે જ રજ અને વીર્યની અંદર તે કેવી રીતે ઓતપ્રોત થઈ જાય છે. ત્યારપછી કર્મની થીઅરી પ્રમાણે તૈજસ (અગ્નિ શરીર), કાર્યણ શરીરમાંથી મનુષ્યનું શરીર જૈનતત્ત્વજ્ઞાનની પરિભાષામાં ઔદારિક પ્રકારનું હોવાથી શરીરની રચના કેવી રીતે શરૂ કરે છે, પ્રત્યેક મહિને શરીરની રચના કેવી રીતે વિકસિત થતી જાય છે અને નવ મહિનાને અન્ને માતાના ઉદરમાં માથું નીચે અને પગ ઊંચે એ રીતે આવીને કેવી સ્થિરતા પકડે છે તેનો સચોટ ખ્યાલ મળે છે. શાસ્ત્રમાં વર્ણવેલા ગર્ભાશયના અસહૃા અને ભયંકર દુઃખોની નોંધ અહીં આપી નથી. નવમું ચિત્ર ધ્યાન રાખીને જુઓ. આ ચિત્રમાં માતાને ઊભી રાખી છે અને જરૂર પૂરતું પેટ પણ બતાવ્યું છે, અને એ પેટની નીચે રહેલા ગર્ભાશયમાં બાળક કેવી રીતે કેવા આકારે સ્થિર થયું છે તે તમને બરાબર જોવા મળશે. નવ-સાડા નવ મહિના પછી માતાની કુક્ષિમાંથી જન્મ લેવા બાળક સામાન્ય નિયમ મુજબ માથા દ્વારા બહાર આવે છે. સુખદ પ્રસવ માટે અને માતા-બાળકના હિત માટે આ નિયમ છે. માતાના ગર્ભમાં બે બાળકો-જોડલા કેવી રીતે રહે છે એનો ખ્યાલ આપવા દશમું ચિત્ર માતાની ઓરથી વીંટળાયેલાં બે બાળકોનું આપ્યું છે, જેથી ઓર વસ્તુ શું છે તે સમજાય. ત્યારપછી એક નાનું ચિત્ર જે આપ્યું છે તે સ્ત્રીના પેટ નીચેના પેઢાના ભાગમાં ગર્ભાશય કયાં આવેલ છે તે એરો (સાઈન) આપીને સ્થાન બતાવ્યું છે. આ ભાગની નીચે જન્મસ્થાન જોડાયેલું છે. ગર્ભધારણ થવામાં નિમિત્તરૂપે પુરુષના વીર્યમાંનું જીવંત વીર્યબિંદુ અને સ્ત્રીનું જીવંત ૨જ આ બંનેનું ગર્ભાશયના સ્થાનમાં જોડાણ થતાં જીવની ઉત્પત્તિ થઈ જાય છે. અહીયાં ઉપાદાન કર્મ અને નિમિત્ત બંનેનું કેવું જોડાણ છે અને ગર્ભાશયમાં તે કેવી રીતે,કયા કયા સહકારી કારણોથી વૃદ્ધિ પામે છે તે, તથા ઉત્પન્ન થવાની ડોકટરોએ ચિત્રોથી પ્રત્યક્ષ જોએલી સૂક્ષ્મ-સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રોસેસ-ક્રિયા કેવી હોય છે તે ઉપર લખીએ તો ઘણું બધું લખી શકાય પણ તે અહીંયાં જરૂરી નથી એટલે તે બાબતમાં પૂર્ણવિરામ રાખ્યું છે. આ પટ્ટીમાં જીવ ઉત્પન્ન થયા પછી શરૂઆતના ૨૫મા દિવસે મનુષ્યના ઔદારિક શરીરનો સ્થૂલ આકાર કેવો બંધાય છે તે બતાવ્યો છે. પછી મહિનાને અન્ને આંખના નિર્માણ સાથે શરીરનો વિકાસ કેવો થાય છે તે બતાવ્યું છે. વિકાસ કેવી કેવી રીતે થતો જાય છે તે તમારી મેળે જોઈ શકશો. માતાની ઓર સાથે ગર્ભનું જોડાણ બતાવ્યું છે. છેલ્લાં ખાનામાં આપેલો ઉપદેશ ધ્યાનપૂર્વક વાંચી હૈયામાં તેની નોંધ રાખો. ३६. हीरा रत्नना वर्तमानमां प्रचलित विविध आकारो (विविध कटो) नी बुर्लभ पट्टी આ પટ્ટી સાથે સીધી રીતે કોઈ ધાર્મિક બોધને લગતો સંબંધ નથી પણ બીજી અનેક રીતે કે આડકતરી રીતે સંબંધ ધરાવનારી આ પટ્ટી છે. ધરતી ઉપરના સમગ્ર ઝવેરાતમાં પિતામહ અને સર્વ રત્નોમાં સર્વોપરિ ગણાતા ઝવેરાતની છે, એનું નામ છે વજૂ રત્ન. જેને ગુજરાતી ભાષામાં હીરો અને અંગ્રેજીમાં ડાયમંડ કહે છે. છેલ્લાં બાર વરસથી વિશ્વમાં મોટા દેશોમાં જેની બોલંબાલા છે. આ હીરો અનાદિથી અનંતકાળ સુધી સર્વોપરિ સ્થાન ભોગવનાર છે. આ રત્નનું મૂલ્ય પણ સહુથી વધુ હોય છે. એક સોપારી કે બદામ જેટલા હીરાનું મૂલ્ય આજે પણ લાખો-કરોડોનું હોઈ શકે છે. હીરાની અનેક જાતો છે. હીરા વિવિધ રંગના પણ હોય છે અને હીરા હલકા-ભારે પણ હોય છે. વળી ગુણ-દોષવાળા પણ હોય છે. કોઈ વખતે દૂષિત ચિહ્નવાળો હીરો જો ઘરમાં આવી જાય તો બધી રીતે પડતીનું કારણ પણ બની શકે છે અને દોષ રહિત ગુણવાન હીરો જો ઘરમાં આવી જાય તો ઉન્નતિના શિખરે લઈ જવામાં પણ નિમિત્ત બની જાય છે. જગતમાં આજે પાંડવયુગનો મનાતો કોહિનૂર હીરો પ્રખ્યાત ગણાય છે. જે લંડનના રાજમહેલમાં શહેનશાહના મુગટમાં રહેલો છે. હીરાનો પરિચય આપતાં પુસ્તકો પ્રાચીનકાળમાં લખાએલાં અને આજે નવાં લખાતાં મળે છે. વૈજ્ઞાનિક શોધમાં નવા નવા ચમત્કારો સર્જવામાં હીરો ભારે ભાગ ભજવી રહ્યો છે. વૈજ્ઞાનિકો ઈલેકટ્રોનિક ઘડિયાળો, ઉપગ્રહો વગેરેમાં ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. આજે ભયંકર રોગોમાં વૈધો તેની ભસ્મ બનાવીને દર્દીઓને ખવડાવે છે. જયારે ભકિતવાળા આત્માઓ પરમાત્મા ઉપર તેનો મુગટ, હાર વગેરે બનાવીને ચડાવે છે. આજે સમગ્ર વિશ્વમાં અને વિશેષ કરીને ભારતમાં હીરાના વેપારની જબરજસ્ત બોલંબાલા છે, એમાં ગુજરાત, મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. પરદેશમાં બેલ્જિીયમ વગેરેમાં હીરાને કટ કરવાનાં જબરજસ્ત યંત્રો છે. હીરો અત્યંત કઠણ ધાતુ છે. કોઈ સાધનથી એને તોડી શકાતો નથી, એ મોટા મોટા તોતિંગ સાધનોથી જ તોડી શકાય છે, અને આ હીરાને નાના-મોટા મશીનો, જુદા જુદા કટ-આકારો આપીને બજારમાં મૂકે છે, આકારો બનાવ્યા પછી વેપારમાં એનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. વર્તમાનમાં હીરાના કેટલાં આકારો (કટ) પ્રચલિત છે તેની એક પટ્ટી અહીં રજૂ કરવામાં આવી છે, અને તેની નીચેની લાઈનમાં તે તે ખાનામાં હીરાના કટ-આકારનાં નામ લખવામાં આવ્યાં છે. આ પટ્ટી હીરાના વેપારીઓને વધુ ગમશે. આટલા બધા કટ-આકાર એક સાથે ભાગ્યે જ કોઈને જેવા મળે, એ દૃષ્ટિએ આ પટ્ટી સહુ કોઈ પ્રેક્ષકોને આકર્ષાંશકશે એમાં શંકા નથી. વજ્ર રત્ન એટલે હીરાની સાથે શુક્ર ગ્રહનો સંબંધ છે. ૬૯. આ ચિત્રો પરદેશમાં છપાએલી શારીરિક વિજ્ઞાનની બુકમાં આપેલાં ચિત્રો ઉપરથી નકલ કરાવીને આપ્યાં છે. સં.૧૯૮૦ આસપાસ આ બુક બહાર પડી હતી જે ભારતમાં આવવાની છે એમ જાણ્યું હતું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy