________________
१९२
अनेकान्तवादप्रवेशः
જ છે...)
તેનું (તમને તે ઇષ્ટ હોવાનું) કારણ એ કે, જો તેમાં પ્રમેયતાદિ ન માનો, તો તે સ્વલક્ષણ પ્રમેયાદિરૂપ બને નહીં તે જ રીતે ભ્રાન્તજ્ઞાન પણ સ્વસંવિદ્ અંશે પ્રમાણ રહે નહીં...)
(અને તેમાં શું દોષ આવે ? તે હમણાં જ આગળ જણાવશે.)
અને તે બૌદ્ધો ! સ્વલક્ષણમાં પ્રમેયતા વગેરે માનવામાં વિરોધ કહેવો તે પંડિતાઈને વિરોધી છે, કારણ કે પ્રમેયતા વિના તો એ સ્વલક્ષણાદિ પ્રમેયરૂપ નહીં બને અને તો સર્વ વ્યવહારનો વિલોપ થશે! જુઓ; સાધારણ એવી પ્રમેયતા વિના, સ્વલક્ષણો પ્રમેયરૂપ ન બને અને તો તેઓ વિશે પ્રમાણની પ્રવૃત્તિ પણ ન થાય...અને પ્રમાણ વિના તો તે વસ્તુના તમામ વ્યવહારો અસંગત ઠરે.
વળી વિરોધી ધર્મોનું વારણ કરવા, જો ભ્રાન્તજ્ઞાનમાં સ્વસંવેદનને અભ્રાન્ત ન માનો, તો તે બ્રાન્તિનું સ્વસંવેદન જ નહીં થાય અને તો ભ્રાન્તજ્ઞાન થકી વ્યવહાર જ નહીં થાય...
(તાત્પર્ય એ કે, “શુક્તિમાં રજતનું જ્ઞાન એ ભ્રાન્તિ છે. નતજ્ઞાનવાનહમ્ એ ભ્રાન્તિનું સ્વસંવેદન છે, અને તે અબ્રાન્ત છે, અર્થાત્ વ્યક્તિને રજતજ્ઞાન જ થયું છે. હવે જો સ્વસંવેદનાંશમાં પણ ભ્રાન્તિ બ્રાન્ત જ હોય; તો પછી રગતરાનવાનહમ્ એવું જ્ઞાન જ તેને નહીં થાય અને તો તેવા જ્ઞાનને લઈને થનારો વ્યવહાર પણ નહીં થાય.)
એટલે વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત ન માનો, તો તમામ વ્યવહારનો વિલોપ થાય જ...
નિષ્કર્ષ એટલે વસ્તુને અન્વયશીલ અને અનેક ધર્મોથી અધ્યાસિત માનવી જ રહી, અન્યથા નિરન્વય-નશ્વર માનવામાં તો ઐહિક-આમુમ્બિક સર્વ વ્યવહારનો વિલોપ થાય જ.
न चैतदात्माऽङ्गनाभवनाद्यनात्मकमनित्यमशुचि दुःखमेव, अन्वयस्यैवात्मत्वात्, तस्य च व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव, तदतादवस्थ्यात् । अन्यथा तदनुपपत्तेः । नाशुच्येव, शुभपरिणामभावात्, लोके जलेन शुचिकरणेन तथोपलब्धेः । एवं न दुःखमेव, मुक्तिसुखजनकत्वात्, पारम्पर्येण तत्स्वभावत्वाद्, इति ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: આ આત્મા, અંગના, ભવનાદિ એકાંતે અનાત્મક, અનિત્ય, અશુચિ અને દુઃખરૂપ જ નથી; કેમ કે અન્વય જ આત્મરૂપ છે અને તેને અમે સિદ્ધ કરી દીધો છે. એવી રીતે અનિત્ય જ નથી, કેમ કે તેનું જ અતદવસ્થપણું હોય છે, અન્યથા તેની ઉપપત્તિ ન થાય.અશુચિરૂપ જ નથી; કેમ કે શુભ પરિણામ થાય છે અને લોકમાં પાણીથી શુચિ કરવારૂપે તેવું દેખાય છે જએ જ રીતે દુઃખરૂપ જ નથી; કેમ કે મુક્તિ સુખને ઉત્પન્ન કરનાર છે અને તેનું કારણ એ કે, પરંપરાએ તે મુક્તિસુખને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org