________________
ધનદત્તશ્રેષ્ઠીના માનસરૂપી વનમાં સમ્યક્તરૂપી કેશરી વસી રહ્યો છે, જેનું આસ્તિકતારૂપી શરીર છે, વૈરાગ્યરૂપી લાંબી પૂંછ છે. (શમ-સંવેગ વગેરે) પાંચ ભૂષણરૂપી પાંચ મુખ છે અને તે કર્મરૂપી હાથીઓના મર્મસ્થાનને ભેદી નાંખે છે. અહીં કવિશ્રીએ સમ્યક્ત કેશરીના રૂપકને સરસ રીતે વ્યક્ત કર્યું છે.
અદ્યાવધિ અપ્રકાશિત આ ચરિત્રમાંની મંગલકલશકથાનું અહીં પ્રથમવાર સંપાદન થઈ રહ્યું છે.
(૬) ઉપર્યુક્ત બૃહદ્ગીય મુનિચંદ્રસૂરિજી > દેવસૂરિજી > ભદ્રેશ્વરસૂરિજીના શિષ્ય વિજયેન્દુ(ચન્દ્ર)સૂરિજી > માનભદ્રસૂરિજી > ગુણભદ્રસૂરિજીના શિષ્ય મુનિભદ્રસૂરિજીએ વિ.સં. ૧૪૧૦માં ૧૯ સર્ગ, ૬૨૭૨ ગ્રંથાગ્ર પ્રમાણ શ્રી શાંતિનાથ ચરિત્ર મહાકાવ્યની રચના કરી છે. કાવ્યમાં પ્રૌઢભાષા શૈલી તથા ઉદાત્ત અભિવ્યંજના રહેલી હોવાની સાથે યમક જેવા શબ્દાલંકારો તથા ઉપમા, ઉન્મેલા અને અર્થાન્તરન્યાસ જેવા અર્થાલંકારોનો પ્રચૂર પ્રયોગ થયો છે. રઘુવંશ વગેરે કાવ્યપંચક સમકક્ષ મહાકાવ્ય રચવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલું આ ચરિત્ર કથાદષ્ટિએ સંપૂર્ણતયા મુનિદેવસૂરિજીની કથાને અનુસર્યું છે.
આ મહાકાવ્યના ત્રીજા સર્ગના ૪૩થી ૧૫૦ વસંતતિલકા પદ્ય તથા ચતુર્થ સર્ગના ૧થી ૨૦૭ ઉપજાતિ પદ્યમાં પ્રસ્તુત કથાનક ગૂંથાયેલું છે. જે પદલાલિત્ય, વર્ણનરસિકતા, અલંકારપ્રચૂરતા આદિ દ્વારા મંગલકલશવિષયક બધા જ ચરિત્ર કરતા પોતાનું આગવું સ્થાન ઊભું કરે છે. કાવ્યના અભ્યાસની દૃષ્ટિએ આ કથાનક દર્શનીય છે.
(૭) રાજગચ્છીય શીલભદ્રસૂરિજીની પાટે આવેલા શ્રીધર્મઘોષ
૧૬. આ મહાકાવ્યનું પ્રકાશન-વીરસવ-૨૪૩૭માં યશોવિજય ગ્રંથમાલા-વારાણસીથી
થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org