________________
શ્રીમતે વીરનાથાય નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધિ વિનય-ભદ્ર-વિલાસ-કારસૂરિભ્યો નમ:
પ્રસ્તાવના
રુદ્રપલ્લીયગચ્છના આ. શ્રી દેવેન્દ્રસૂરિ મ. રચિત અદ્યાવધિ અપ્રગટ સ્વપજ્ઞ ટીકા સહિત દાનોપદેશમાલા ગ્રંથનું વિવિધ હસ્તલિખિત-પ્રતોના આધારે સંશોધન-સંપાદન થઈ પ્રગટ થઈ રહ્યું છે તે ઘણા આનંદનો વિષય છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દાન-શીલ-તપ-ભાવ આ ચારે પ્રકારના ધર્મોનો મહિમા વર્ણવવા અનેક ગ્રંથોની રચના થઈ છે.
કલિકાલ સર્વજ્ઞ આ.ભ.શ્રી હેમચન્દ્રસૂરિ મ.સા. એ વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે
'હે ભગવાન્ ! આપ સમવસરણમાં ચાર-મુખે દેશના આપો છો એનું કારણ એવું લાગે છે કે દાન-શીલ-તપ-ભાવ એ ચાર પ્રકારના ધર્મોનું આપને એક સાથે વર્ણન કરવું છે.
પુણ્ય-બંધના પ્રકારોમાં પણ દાન-ધર્મની મહત્તા સ્પષ્ટપણે દેખાય છે. - આમ તો પ્રાયઃ દરેક ગ્રંથોમાં દાનાદિનું વર્ણન આવતું હોય છે. પણ, એનો અલગ મહિમા વર્ણવતાં સ્વતંત્રગ્રંથો પણ સારા પ્રમાણમાં રચાયા છે.
જિનરત્નકોશ, જૈનગ્રંથાવલી વગેરે હસ્તલિખિત ગ્રંથોના સૂચિપત્રોમાં જે આવા ગ્રંથોની વિગતો મળે છે તે ટુંકમાં આ પ્રમાણે છે.
દાન વિષયક સ્વતંત્ર ગ્રંથો દાન-શીલ-તપ-ભાવના કુલક (દેવેન્દ્રસૂરિ) દાન-શીલ-તપ-ભાવના કુલક (જયઘોષસૂરિ)
૧. દ્વાન-શીત-તપ-ભાવમેવાન્ ધર્મવતુર્વિદમ્ | ... मन्ये युगपदाख्यातुं चतुर्वक्त्रोऽभवद् भवान् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org