________________
: ૧૩૮ ?
इन्द्रिययोगकषायादीनियम्य विविक्तस्थानासेवन संलीनता, सा चतुर्विधा इन्द्रियकषाययोगविविक्तचर्याभेदात् ॥१२॥ અથ–(૧) અનશન પરિમિતકાલ સુધી કે યાજજીવ સુધી
આહારને ત્યાગ અનશન” કહેવાય છે. (૨) ઉરિતા=જે પુરુષનું જેટલું આહારનું પરિમાણ છે
તેના કરતાં થોડે આહાર લે તે “ઉનેદરિતા. (૩) વૃત્તિસંક્ષેપ=આગમવિહિત નાનાવિધ નિયમોના
ધારવાપૂર્વક ભિક્ષાવૃત્તિમાં પ્રતિરોધ કરે “વૃત્તિસંક્ષેપ”.
(૪) રસત્યાગ=રસવાળા પદાર્થોમાંથી બે, ત્રણ વિગેરે
પદાર્થોના ત્યાગપૂર્વક નીરસ-રૂક્ષ વિગેરે આહારનું ગ્રહણ તે “રસત્યાગ.
(૫) કાયફલેશ=આગમઅનુસારી કેશને લેચ, કાયોત્સર્ગ,
આતાપના વિગેરેથી થનારા ફલેશનું સહન કરવું કાયફલેશ” કહેવાય છે.
(૬) સંલીનતા==ઈન્દ્રિય, કષાય, ચોગના નિયમનપૂર્વક
નિર્જન, બાધારહિત સ્થાનનું સેવન કરવું “સંલીનતા” કહેવાય છે. તે સંસીનતા ઈન્દ્રિય, કષાય, રોગ, વિવિક્ત ચર્યા [ સ્થાન]ના ભેદથી ચાર પ્રકારની જાણવી. (૭ થી ૧૨ – ૨૫ થી ૩૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org