________________
પ્ર ધા ન સં થા દ કી ય * શાન્તિનાથચરિત્રચિત્રપદ્રિકા નામના આ કલાગ્રંથને પ્રકાશિત કરતાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને અત્યંત આનંદ થાય છે. વિદ્વાન મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ આ ચિત્રપઢિકાને સૌપ્રથમ શથી આ ગ્રંથ દ્વારા તેની ચિત્રસમૃદ્ધિને પ્રકાશમાં આણી છે. તેમણે પ્રસ્તુત ચિત્રપદિકા ઉપર આ ગ્રંથ લખી આપવાનું સ્વીકાર્યું એ તેમને વિદ્યાપ્રેમ દર્શાવે છે.
તેમણે ચાર વિભાગમાં આ ગ્રંથને વિભક્ત કર્યો છે. પ્રથમ વિભાગમાં તેમણે જન ચિત્રલીના સ્વતંત્ર અસ્તિત્વને પુરવાર કરવા તકપુરસ્સર વિચારણા કરી સમર્થક દલીલો રજૂ કરી છે. બીજા વિભાગમાં શાન્તિનાથચરિત્ર ચિત્રપદિકાઓ શ્રાવકધર્મપ્રકરણ વૃત્તિની જે તાડપત્રીય પ્રતિ સાથે વીંટાયેલી છે તે પ્રતિને તેમણે પરિચય કરાવ્યો છે. શ્રી લક્ષ્મીતિલકોપાધ્યાયે આ વૃત્તિ વિ. સં. ૧૩૧૭માં રચી છે અને તેની પૂર્ણાહૂતિ જાલોરમાં કરી છે. આ પ્રતિ પણ વિ. સં. ૧૩૧૭માં જ લખાયેલી છે-શ્રી લક્ષ્મીતિલકના માર્ગદર્શન હેઠળ જાલોરના શ્રેષ્ઠીઓએ જાલોરમાં તેને લખાવી છે. જાલોર સાથે લક્ષ્મીતિલકેપાધ્યાયને ઘનિષ્ઠ સંબંધ છે, જાલોરમાં તેમણે દીક્ષા લીધી હતી અને જાલોરમાં જ તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું હતું. શ્રાવકધર્મપ્રકરણ વૃત્તિમાં ૧૦૭૮ ગાથાઓમાં શાન્તિનાથચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે તેમ જ જાલોરમાં સ્વર્ણગિરિ ઉપર શાતિનાથનું ચિત્ય હતું, એટલે આ પ્રતિની કાષ્ઠપટ્ટિકાઓ ઉપર શાન્તિનાથનું ચરિત્ર પૂર્વભવ સાથે આલેખવામાં આવ્યું છે. પ્રસ્તુત પ્રતિ લખાઈ ગયાં પછી થોડાક જ મહિનાના ગાળા બાદ પટ્ટિકાઓ ઉપર ચિત્રાંકન થયા જણાય છે. આ ચિત્રો પણ પ્રતિ લખાવનાર શ્રેષ્ઠીઓએ જ જાલોરમાં દોરાવ્યાં જણાય છે. પરંતુ ચિત્રાના અંકનમાં લક્ષ્મીતિલકેપાધ્યાયની દોરવણી ચિતારાને મળી લાગતી નથી, કારણ કે શ્રાવકધર્મપ્રકરણ વૃત્તિમાં તેમણે આલેખેલ શાતિનાથચરિત્રની કેટલીક ઘટનાઓ કાઠપટ્ટિકાઓમાં સાવ જુદી જ રીતે અને મેળ ન ખાય તે રીતે ચિતરવામાં આવી છે. ચિતારાને લક્ષ્મીતિલકપાધ્યાયનું માર્ગદર્શન ન મળવાનું કારણ તેઓ ત્યાંથી વિહાર કરી ગયા હોય એ હોઈ શકે. અથવા તે લક્ષ્મીતિલકે આપેલા માર્ગદર્શનનબ રાબર ન સમજવાને કારણે ચિતારાએ એમ કહ્યું હોય. આ બધું વિસ્તારથી વિદ્વાન લેખકે આ વિભાગમાં નિરૂપ્યું છે. ત્રીજા વિભાગમાં પ્રત્યેક ચિત્રમાં આલિખિત શાન્તિનાથ ભગવાનના ચરિત્રની ઘટનાને વિસ્તારથી સમજાવી છે અને ચિત્રોનું પૃથકકરણ-મૂલ્યાંકન કરવાનો પણ સુરુચિપૂર્ણ પ્રયત્ન કર્યો છે. કુલ ચિત્રો તેત્રીસ છે. છેવટે આ બધાં ચિત્રો સાથે સાથે સંબદ્ધ ચરિત્રવાર્તાને તેમણે સળંગ રજૂ કરી છે. ચોથા વિભાગમાં ૩૩ ચિત્રો છાપવામાં આવ્યાં છે. તેમાં આઠ રંગીન છે અને બાકીનાં ત-શ્યામ છે.
આ ગ્રંથ લખી આપવા બદલ મુનિશ્રી શીલચંદ્રવિજયજીને તેમજ આ ગ્રંથના પ્રકાશન માટે રૂપિયા ત્રીસ હજારની લોન આપવા બદલ બારસાસુત્ર પ્રકાશન સમિતિ સુરતના કાર્યવાહક શ્રી સોભાગચંદ નાનાભાઈ લાકડાવાલા તથા શ્રી પ્રવીણચંદ્ર રૂપચંદ ઝવેરીને હું આભાર માનું છું.
મને વિશ્વાસ છે કે મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ રજૂ કરેલા મુદ્દાઓ વિદ્વાનોને સંતોષ આપો અને ચિત્રપદ્રિકાઓનાં ચિત્રો કલામર્મજ્ઞોને પ્રમુદિત કરશે. આ ચિત્રો સૌ પ્રથમ વાર જ અહીં પ્રકાશિત થાય છે. આ પ્રકાશનથી અમારી ગ્રંથશ્રેણી વધુ સમૃદ્ધ થશે એ નિર્વિવાદ છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર,
નગીન જી. શાહ અમદાવાદ-૩૮૦૦૦૯ ૧ સપ્ટેમ્બર, ૧૯૮૬.
કાર્યકારી અધ્યક્ષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org