SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ જેન શૈલીનું પૃથક અસ્તિત્વ ગજરાતના જનો દ્વારા વિકસેલી આ ચિત્ર શૈલી અને તેના નિષ્ણાત કલાકારો પણ તે તે પ્રદેશોમાં કેલાયા હોય, એવી સંભાવના અજુગતી કે તર્કવિસંગત લાગે તે હદે કાલ્પનિક નથી. અને ધર્માચાર્યોને પાદવિહાર આ કલાપ્રસારનું કારણ હતો એ તો આપણે જોયું જ છે. છે કે ડો. ઉમાકાન્તભાઈ કે. શાહે, દશમી શતાબ્દીનાં કેટલાંક ઉપલબ્ધ દાનપત્રોમાં ઉત્કીર્ણ રેખાકૃતિઓના આધારે પ્રસ્તુત શૈલી, એ કાળમાં, માળવામાં અને ગુજરાતમાં સામાન્ય હતી એવું નક્કી કરીને, આ શૈલીની ચિત્રકલાને મારુ-ગુર્જર શૈલી ? એવું નામ આપ્યું છે. તો પણ, આ શૈલીનાં ગ્રંથસ્થ હોય એવાં જૂનામાં જૂનાં ચિત્રો તે, ગુજરાતનાં, પાટણ અને ભરૂચ જેવાં કેન્દ્ર-સ્થાનમાં ચિતરાયેલા જૈન ચિત્રો જ છે; એટલે આ શૈલીને જૈન શૈલી ના નામે ઓળખવામાં કઈ ? જણાતી નથી. વળી, ગુજરાતના સેલંકી રાજા ભીમદેવ, માળવાના પરમાર રાજા ભોજ ઉપર વિજય મેળવ્યાની, તેમ જ તે વખતે ગુજરાત અને માળવા-એ બન્ને રાજયો વચ્ચે સાંસ્કૃતિક અને સાહિત્યિક આદાન-પ્રદાનને વ્યવહાર હોવાની વાત તો ઇતિહાસપ્રસિદ્ધ છે જ; એટલે એમ પણ કહી શકાય કે આવાં જ કેઈ કારણસર, ગૂજરાતમાં ઊગમ પામેલી પ્રસ્તુત શૈલીને માળવામાં પ્રવેશ થયો હોય અને માળવાએ તેને અપનાવી લીધી હોય; કેમ કે સંસ્કારિતા અને કલાના અનન્ય પ્રેમી રાજા ભેજના દરબારમાં, સાહિત્યિક અને સાંસ્કૃતિક શિષ્ટ–વિશિષ્ટ તનું, સદાય, કેઈ પણ ભેદભાવ વિના સ્વાગત થતું હતું, એવું આપણે ઇતિહાસમાં સાંભળીએ છીએ જ, વળી, ડે. શાહે જે દાનપત્રોને ઉલ્લેખ કર્યો છે તે પૈકી જૂનામાં જૂનું (સં. ૧૯૦૫, ઇ. ૯૪૮) દાનપત્ર પરમાર સીયકનું છે, અને તે ઉત્તર ગુજરાતના હરસોલ ગામમાંથી મળી આવેલું છે. આ દાનપત્ર, માળવાના રાજા પરમાર સીયકે પોતાની ગુજરાત-યાત્રા દરમિયાન આપ્યું હોઈ, તે, ગુજરાતના કેઈ કારીગરે કર્યું હોવાનું છે. શાહ નિઃશે છે. આ ઉપરથી પણ એ સાબિત થઈ શકે છે કે, મૂળે આ શૈલી ગુજરાતની જ છે; અને ત્યાંથી જ, ત્યાર પછી જ તે શૈલી માળવામાં પ્રવેશ પામી હોય; એટલે કે પરમાર સીયક, પોતાની સાથે, આ શૈલીના જાણકાર કારીગરે કે કલાવિદોને માળવા લઈ ગયો હોય, અને તેથી ત્યાં આ શૈલી પ્રચારમાં આવી હોય. કેમ કે આ સિવાયનાં, બીજાં, ઉપલબ્ધ તમામ દાનપત્રો-જેમાં આ શૈલીની રેખાકૃતિઓ ઉત્કીર્ણ છે તે-, ઉપર ઉલેખેલા સીયકના દાનપત્ર પછીના ગાળામાં જ છે. (૨) લડાખ તથા બારમાનાં ૧૧-૧રમા સૈકાનાં બૌદ્ધ ચિત્રોમાં દોઢ આંખ જોવા મળતી હાય, તે તેના અર્થ એ થઈ શકે કે તે વખતના, તે પ્રદેશના ચિત્રકારેએ “જૈન શૈલીના ચિત્રકારે પાસેથી, અથવા તો તે પ્રદેશના ચિત્રકાર પાસેથી જેન શૈલીના ચિત્રકારેએ, અને અથવા તો આ અને પ્રકારના ચિત્રકારોએ સમાનરૂપે “ ઇલોરાનાં ભીતચિત્રો પરથી આવી લાક્ષણિકતા અંગે પ્રેરણા મેળવી હોય અને એ લાક્ષણિકતાને પિતાની શૈલીથી પોતાની ચિત્રાંકન-પદ્ધતિમાં ઉમેરી-અપનાવી હોય. જૈન શૈલીનાં ઉપલબ્ધ પ્રારંભિક ગ્રંથચિત્રોમાં અજંતા-ઇલોરા આદિની ચિત્રકલાની સ્પષ્ટ અસર કયાં નથી જોઈ શકાતી? આ ઉપરાંત, અહીં દર્શાવેલી સંભાવનાને પુષ્ટ કરે એવું એક અવતરણ અહીં નોંધી. ડો. જે. પી. લોસ્ટી નામે અંગ્રેજ કલાવિવેચકે નેપ્યું છે કે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy