________________
પુન: પ્રકાશન પ્રસંગે.. જૈનશાસનની શાસ્ત્રસંપત્તિનો કોઈ તાગ પામી શકાય એવો નથી. એ શાસ્ત્રગ્રંથોમાં સમગ્રવિશ્વનું તત્વજ્ઞાન સમાયેલું છે. વાચકપ્રવર શ્રીઉમાસ્વાતિજી મહારાજાની, તત્ત્વોનો સંગ્રહ કરવાની કળાકુશળતાને ન્યાય આપતા કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે - “તત્ત્વોનો સંગ્રહ કરવામાં ઉમાસ્વાતિજી મહારાજ શિરમોર છે." તેઓ ૫૦૦ મહાન ગ્રંથોના રચયિતા છે. એમાં તેઓશ્રીનું મહાશાસ્ત્ર 'તત્વાર્થસૂત્ર' આબાલગોપાલ પ્રસિદ્ધ છે. એની ગરિમા-મહિમાથી આકર્ષાઈને શ્વેતાંબર - દિગંબર આચાર્યાદિ મુનિઓએ લગભગ ૨૫ જેટલા સંસ્કૃત વિવેચનો લખ્યા છે. એમાં પ્રાચીન મહર્ષિ શ્રીસિદ્ધર્ષિગણિની ટીકા ઘણું ઘણું વૈશિધ્ય ધરાવે છે. ઘણાં વર્ષો પૂર્વે બે
| ગ્રંથરત્નના પુન: પ્રકાશનરૂપે પુનરુદ્ધારની ખૂબ આવશ્યકતા હતી. અમારે ત્યાં બે-બે ચાતુર્માસ કરી ઉપકારની વર્ષા વર્ષાવનાર ધર્મતીર્થપ્રભાવક પૂઆ.ભ. શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથના પુન: પ્રકાશનની પ્રેરણા કરી, એનો સહર્ષ સ્વીકાર કરી અમારા ટ્રસ્ટના જ્ઞાનખાતા તરફથી આ ગંધ પુન: પ્રકાશિત થઈ રહ્યો છે.
- પરમ પૂજ્ય તપોગચ્છાધિપતિ પરમશાસનપ્રભાવક વ્યા. વા. શાસન સંરક્ષક સાચા સંઘહિતચિંતક આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ની દિવ્યકૃપા પુન: પ્રકાશનમાં પ્રેરકબળ બની છે.
પુન: પ્રકાશનમાં, પૂર્વ પ્રકાશક શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ ના અમે આભારી છીએ.
શ્રીશ્રીપાળનગર જૈન છે.મૂ.દેરાસર ટ્રસ્ટ તથા શ્રીશ્રીપાળનગર જૈન છે. મૂ. ઉપાશ્રય ટ્રસ્ટની સ્થાપનાના ચક્રો વિ.સં.ર૦રર માં ગતિમાન થયા. સં. ૨૦ર૬ માં શ્રીશ્રીપાળનગર બિલ્ડીંગ તૈયાર થયું. જૈનો આવીને વસવા લાગ્યા. સં. ૨૦૨૯ માં ગગનચુંબી, આમૂલચૂલ સંગેમરમરનું દેરાસર તથા વિશાળ ઉપાશ્રય તૈયાર થયાં. જૈનમંદિરમાં ભૂમિગૃહમાં તથા ઉપર ના ગભારામાં પધરાવવા માટે મેવાડના દેલવાડા ગામથી ૫૭ ઈંચના શ્રી મુનિસુવ્રતસ્વામી તથા ૫૧ ઈંચના શ્રી આદિનાથ ભગવાનના નયનરમ્ય પ્રાચીન જિનબિંબો મળી ગયાં.
પરમ પૂજ્ય સંઘકૌશલ્યાધાર સિદ્ધાંતમહોદધિ કર્યસાહિત્યનિપુણમતિ સુવિશાલગચ્છાધિપતિ સંયમત્યાગતપોમૂર્તિ આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના વરદહસ્તે શાનદાર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, તે જ સમયે પૂ.આ.ભ. શ્રીજીના સમુદાયના પૂ. મુનિભગવંતોની આચાર્યપદવીઓ થઈ.
પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દિન-પ્રતિદિન સવાંગીણ વિકાસ થતો રહ્યો. એક પછી એક પૂ. આચાર્યભગવંતાદિ મુનિભગવંતોના ચાતુર્માસો, ઉપધાનાદિ એકથી એક ચઢિયાતા ધર્માનુષ્ઠાનો થતા રહ્યા. જૈન પાઠશાળા, આયંબિલખાતું વગેરે સંસ્થાઓ ઉદય પામી એની સુવાસ પણ ચોમેર પથરાઈ. અહીંનો જ્ઞાનભંડાર પણ સમૃદ્ધ છે, * શ્રીસંઘ પણ છવદયા, દેવદ્રવ્ય, પ્રભુભકિતના મહોત્સ, વૈયાવચ્ચ વગેરેમાં ભારે ઉદારતાથી લાભ લે છે. વર્ષીતપના સામૂહિક પારણાં પણ દરસાલ કરાવાય છે.
શાનખાતામાંથી પ્રાચીન-અર્વાચીન ગ્રંથપ્રકાશનોનું કાર્ય પણ ચાલું થયું છે. આ ગ્રંથ ટ્રસ્ટની શ્રુતભક્તિના ગૌરવમાં વધારો કરશે એમાં શંકા નથી. તીર્થોદ્ધાર તેમજ જીર્ણોદ્ધારમાં આ ટ્રસ્ટે લાખો રૂપિયા ખર્ચા છે અને ખર્ચવાનું કાર્ય અવિરત ચાલું છે.
લિ. ટ્રસ્ટીમંડળ લાલચંદ છગનલાલજી લાગઠા સોહનલાલ રૂપાજી હુકમચંદ ભેરૂમલજી જુગરાજ પુખરાજજી રાંકા
(સ્વ. પુખરાજ હીરાચંદજી રાંકાના સ્થાને)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org