________________
શ્રીવિજ્યધર્મસૂરિજીના શિષ્યમંડળના સમુદાયમાં શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજીને હું પ્રથમ ૧૯૨૨માં મળી. ૧૯૨૭માં મુનિ શ્રીવિજયેન્દ્રસુરિજીએ મને કહ્યું કે ત્રિષષ્ઠિલાકાપુરુષચરિત્રનું મુનિશ્રી જયન્તવિજયજીનું જ્ઞાન બીજા કેઈ પણ મુનિ કરતાં ઘણું વધારે છે અને છેલ્લા વીસ વર્ષ સુધી મુનિજીએ મને તેમના જ્ઞાનને અને ઉદાર સહાયને લાભ આપ્યો છે. આમાંનું ઘણું કામ તો શ્રમકારક પત્રવ્યવહારના સાધનદ્વારા થયું અને આ અંગે તેમના ભાષાંતરકારની સવિશેષ અમદાવાદના મી. એચ. એમ. શાહ બી. એની હું ઋણી છું. મહારાજશ્રીએ સંદિગ્ધ અને ચર્ચાસ્પદ મુદ્દાઓની ઝીણવટભરી આલોચના કરવાને તેમજ એ મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરવાને જે વિદ્વત્તાભર્યો ભારે પરિશ્રમ લીધે છે તેના જેટલાં વખાણ કરે તેટલાં ઓછાં છે.
ઉત્તરાધ્યયનસૂત્રની આવૃત્તિમાં અને ભારતીય પુરાતત્ત્વ વિદ્યામાં મહામૂલ્ય ફાળા સમાન જૈન તીર્થોની ગ્રંથમાળામાં એમણે જે ઉચ્ચકક્ષાની વિદ્વત્તા દર્શાવી છે તે ખરેખર પ્રશસ્ય છે. પશ્ચિમના પુરાતત્વો ભાગ્યે જ ગુજરાતી જાણતા હશે તેથી જે તેમના આ ગ્રંથની અ ગ્રેજી આવૃત્તિ બહાર પાડવામાં આવે તે એ ખૂબ સરસ કાર્ય થયું ગણાશે.
મુનિ શ્રી જયન્તવિજયજી અહિંસા ઉપર હમેશાં ભાર મૂકતા હતા અને મારી સાથેની વાતચીતમાં ઘણીયે વાર મને પાંજરાપોળી જેવા જવાનો અને મૂંગા પ્રાણિઓના ઉદ્ધારને માટે જે કંઇ શકય હેય તે કરવાને મને આગ્રહ કરતા હતા. મને લાગે છે કે જેને પ્રાણિઓ પ્રત્યે પહેલાં જેવી પ્રબળ લાગણું ધરાવતા તે આજે ધરાવતા નથી, પરંતુ મને ભય છે કે કઈ પરદેશી તો આ પરત્વે ભાગ્યે જ કંઈ કરી શકે. આ વિષયમાં ખૂદ મ્યુનિસિપાલિટીના સત્તાવાળાઓ તરફથી થતી પ્રાણીઓ પ્રત્યેની ઘાતકી નિર્દયતા અટકાવવા માટે–હિંદુઓ તેમજ જેનોએ વધારે સક્રિય રસ લેવું પડશે.
હેલન. એમ. જોહન્સન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org