________________
વાસા
૧૩૭
(પ૯) સં. ૧૫૨૦ ના વૈશાખ વદિ ૮ ને રવિવારે રાડદ્રહના રહેવાસી એસવાલ જ્ઞાતીય ...શા. વધા, તેની ભાય પિમાદે, તેના પુત્ર ભીમાએ, પિતાની ભાર્યા રેહિણ, તેના પુત્ર વસ્તાએ, સાંડાની સાથે, માતાપિતાના કલ્યાણ માટે, શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષીય ભીમપલ્લીય પાર્ધચંદ્રસૂરિ તેમના શિષ્ય ભટ્ટારક શ્રી જયચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
. (૫૪૦) સં. ૧૫૨૧ ના વૈશાખ સુદિ ૩ ના રોજ પોરવાડ મંત્રી ગેધા, તેની ભાર્યા ભલી. તેના પુત્ર મેઘાએ, પોતાની ભાર્યા માજૂ અને પુત્રો હીરા, પર્વત વગેરે સાથે, શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિજીએ વાસા ગામમાં પ્રતિષ્ઠા કરી.
(૫૪૧) સં. ૧૫૩ના મહા સુદિ ૬ ના રેજ પોરવાડ વ્યવહારી આહા, તેની ભાર્યા રુહિણિ, તેના પુત્ર વ્યવહારી માલા, તેની ભાર્યા જઈલૂએ, પોતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય શ્રીરત્નશેખર સૂરિજીના શિષ્ય લમીસાગરસૂરિજીએ કાસદરા (કાસીંદ્રા) ગામમાં પ્રતિષ્ઠા કરી.
(૫૪ર) સં. ૧૫ર૭ ના મહા વદિ ૧ ના રોજ પોરવાડ વ્યવહારી નઉલા, તેની ભાર્યા મધુ અને વઈ, તેના પુત્રો વ્ય. પાલા, આસો અને હસાકે, હાંસાકાની ભાય જ, તેના પુત્ર ઝાંઝણ વગેરે સાથે, શ્રીશીતળનાથ ભગવાનનું બિંબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org