________________
માંડવાડા, દીયાણુ
૧રપ
સિંહજીના રાજકાળમાં લાજ ગામમાં શ્રી મહેન્દ્રસૂરિજીએ શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરી.
(૪૮૪) આ મૂર્તિની પ્રતિષ્ઠા ધર્મઘોષસૂરિએ કરી.
(૪૮૫)
૫૩. માંડવાડા:
સં. ૧૫ર૩ના ફાગણ સુદ ૮ ને બુધવારે એશવાલ જ્ઞાતિના મંત્રી રત્નપાલ, તેની ભાય કરમાઈ, તેના પુત્ર મોરે, પોતાની ભાય માણિકદે અને પુત્ર સોમદત્તની સાથે, શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની વૃદ્ધતપાપક્ષીય શ્રીવિજયરત્નસૂરિજીએ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી.
(૪૮૬) ૫૪. દીયાણું :
સં. ૧૦૨૪ના અષાડ સુદિ ૬ના દિવસે, જ્યારે ચંદ્ર નક્ષત્ર પરિવાર સાથે હસ્તત્તરા નક્ષત્રમાં હતા ત્યારે કૃષ્ણ રાજ રાજાના રાજકાળમાં વિષ્ટિતકુળના ગઠીએ શ્રીમહાવિરભગવાનનું સુંદર બિંબ, મુક્તિને માટે ભરાવ્યું અને તે વીરનાથનું બિંબ નરાદિત્ય નામના શ્રેષ્ઠ શિલ્પીએ સુંદર રીતે ઘડ્યું.
(૪૮૭) સં. ૧૫૩૦માં પરમારકુળના વિદ્યાહડે આ સ્તંભ બનાવ્યું.
(૪૮૮) સં૦ ૧૧૪૮માં સીતાદેવી નામની ગણિનીએ આ એક સ્તંભ કરાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org