________________
પ્રતિમાલેખને અનુવાદ સમગ્ર કળાઓમાં કુશળ એવા ગૃહસ્થ નાગડ નામે સચિવ હતા ત્યારે શુદ્ધ ધાન્યની સંપત્તિના ઉત્કર્ષવાળા વિદ્વાન મનુષ્યથી વિકસેલી ધર્મબુદ્ધિવાળા દુંદુભિ નામના સ્થળમાં સં. ૧૨૫૫ ના વર્ષે આ છકી બનાવી અને શ્રીવીર ગોષ્ટીના મનુષ્યોએ મંડપને ઉદ્ધાર કરતાં અગણિત મૂલ્યવાળું પુણ્ય પ્રાપ્ત કર્યું. હું માનું છું કે, જાણે સામે સામે મૂકેલી આ બે ચેકીએ કલિ-કલેશ અને મોહ નામના બે બે રાજાઓને જીતીને બે છત્રો રૂપે જ મૂકાયેલી ન હાય ! એવી લાગે છે, (૨૬) ચંદ્રમા જ્યાંસુધી ડેલરનાં ફૂલ જેવાં સફેદ કિરણે વડે આકાશની શેભાને સૌમ્યપણે વિકસાવે છે અને આ સૂર્ય,
જ્યાં સુધી પ્રકાશથી ઉજજવળ એવી દિશાઓને ચારે તરફ વિસ્તાર છે ત્યાં સુધી આ ત્રિગડું ધાર્મિક મનુષ્યના ધર્મ કાર્યમાં ઉદ્યપણે શરૂ કરાયેલાં એવાં કલ્યાણકના સ્નાત્રાદિ ઉત્સ, ગીત-વાદ્યોની વિધિવડે સર્વત્ર જ્ય પામે. (૭) મહારાણી શૃંગારદેવીએ અદ્દભુત એવી વાડીની ભૂમિ, શાશ્વત કલ્યાણલક્ષમી માટે શ્રી વીર ભગવાનની પૂજા આપી. (૮) આમાં સાક્ષાત્ જેનારાઓમાં કુશળ હસ્પતિ સમાન દાણિક, (જેને મારવાડમાં “ડાણી” કહે છે) અને સૂત્રધારના કાર્યમાં ધર્મશીલ નીરડ–બંને અહીં સાક્ષીભૂત છે. (૯)
પૂજ્યમાં પરમઆરાધ્ય શ્રીતિલકપ્રભસૂરિની આ રચના છે. સં. ૧૨૫૫ના આસો સુદિ ૭ ને બુધવારે સમગ્ર ગોષ્ઠિક લોકેએ પિતાના કલ્યાણ માટે ત્રિગડાને ઉદ્ધાર કર્યો.
(૩૧૨). સં. ૧૪૭૫ના માહ સુદિ ૨ ને ગુરુવારે પરવાડજ્ઞાતીય વ્ય, નરપાલ, તેની ભાર્યા સંસારદે, તેમના પુત્ર લાખાએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org