________________
બ્રાહણાવાડા
(૩૦૪)
(તામ્રપત્ર) મહારાવજી શ્રીશિવસિંહજી તથા કુંવર શ્રીગુમાનસિંહજીની આજ્ઞા છે કે –
છવાઈ પરગણાના વીરવાડા ગામની ખેતીની ઉપજને હીસ્સો, જાનવરોને ટેકસ અને ઘરવેરે વગેરે હમેશાંથી સિરોહી દરબારને જે લાગે છે, તે બ્રાહ્મણવાડજીને કારખાને ચડાવ્યો. તે ઉપજ, રાજનો માણસ રહીને અને (શ્રીબામણવાડજીના) કારખાનામાં લગાવશે-વાપરશે. અહીં દેવડા રાજપૂત જાગીરદાર છે, તેની ઉપજ હમેશાં પ્રમાણે છે તે ખાતે રહેશે લીધા કરશે). શ્રીહજૂર શ્રી દ્વારકાનાથજી પધાયો, ત્યારે ચાર ગામ ચડાવ્યાં. શ્રીસારણેશ્વરજી (મહાદેવ) ને ગામ જનાપર, શ્રીદ્વારકાનાથજીને ગામ વસે, શ્રી અંબાજી (માતા અંબાજી) ને ગામ દેવદર ભેટ કર્યું છે, તેથી તે તે ગામની ઉપજ તે તે તીર્થોને અર્પણ થયા કરશે. ગામ જનાપરમાં અરટ ૧ “હીરાજીવાળે” છે તે શીખે, ગામ પડવાડામાં અરટ ૧ “પાટલ ” નામને છે તે સહિત, અને ગામ ઉંદરામાં અરટ ૧ “સર રી વાવ” નામને છે, તે (બધા)ની ઉપજ શ્રીબામણવાડજી હમેશાંના રિવાજ પ્રમાણે લેશે. દવે શ્રીમુખ તથા સીગત જ્ઞાતિના દવે જેતા, સીબા અને કાનાની સન્મુખ (રૂબરૂમાં) લખ્યું છે. હસ્તાક્ષર (દસ્કત) સિંધી પિમાં કાનાના છે. સંવત્ ૧૮૭૬ના જેઠ સુદ ૫ ને ગુરુવાર.
(ક) પોતે અથવા બીજાઓએ દાનમાં આપેલી પૃથ્વીને જે માણસો લેપે છે–પાછી ખેંચી લે છે, તે માણસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org