________________
માટે જ આજ સુધી નિઃશંકરૂપે કેવળ એ જ જૈન સ્તૂપને ઉલ્લેખ કરી શકાય છે.
વળી, કાઠિયાવાડમાં ઢાંકનાં જૈન શિલ્પ ઈ. સ. ૩૦૦, ૪૦૦ ના સમયનાં મળી આવ્યાં છે. તે સંબંધે ડો. હસમુખ સાંકળિયા જણાવે છે કે, “એટલું નિર્વિવાદ છે કે ડો. બજે સે વર્ણવી હતી તેમ આ મૂર્તિઓ બૌદ્ધ નથી પણ જેન છે અને તે ઈ. સ. ૩૦૦ની આસપાસ કાઠિયાવાડમાં જૈનધર્મનું અસ્તિત્વ સૂચવે છે.”
મતલબ કે, ઉપર્યુક્ત હકીકતના કારણે જૈનોનાં સ્મારકોને ઈતિહાસ આજે પણ અંધકારમાં છે.
આજ કારણે જેનોની આણંદજી કલ્યાણજીની પિઢી જેવી માતબર સંસ્થાઓ તરફથી એવા પુરાતાવિક સ્થળે અને શિલાલેખની શોધ માટે પ્રયત્ન થવો જોઈએ.
અંતે–એતિહાસિક ઘટનાઓનાં આવાં ખાં તૈયાર થઈ રહ્યાં છે અને મૂર્તિની જે રીતે આપણે ઉપાસના કરી રહ્યા છીએ એ રીતે આવા પ્રયત્નની પૂજા-પ્રશંસા પણ થાય છે. છતાં એવા આચરણની ચેતનાને પવન ન ફૂંકાય ત્યાં સુધી આપણને મળેલ આ અમૂલ્ય વારસે વેડફાઈ જાય. પૂર્વજોએ આપણને પોતાની વિદ્યા અને ધર્મની કારકીર્દિના દસ્તાવેજી અહેવાલે વારસામાં આપ્યા છે, આપણે તેને સંધરે કરી જાણ્યો પરંતુ એના વાસ્તવિક ઉપયોગથી દૂર રહ્યા તેથી જ આપણી આવી અમૂલ સામગ્રી હોવા છતાં આપણે બધી રીતે પરાધીન અને પરમુખ છીએ. વસ્તુતઃ એમના આદર્શને ખ્યાલમાં રાખી આપણે આજના સામાજિક અને રાષ્ટ્રીય પ્રવાહે જોઈને એવા સર્જક પ્રયત્નમાં લાગી જવું જોઈએ. આપણુ પાસે સાધન-સામગ્રી પુષ્કળ છે પણ એને ઉપયોગમાં લેવાની જીવંત પ્રેરણને જ અભાવ છે. આપણી ચેતના ઉપર લાગેલે નિષ્ક્રિયતાને શીયા ખંખેરી નાખવો જોઈએ.
આજે આપણે એવા કાળમાં આવીને ઊભા છીએ કે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org