________________
કુંભારિયા ગુણદેવની ભાર્યા જયશ્રી, સાહૂના પુત્રો વીરા, પૂના, લુણ, વિકમ, ખેતા, હરપતિ, કર્મટ, રાણા, તેમાંના કર્મટના પુત્ર ખીમસિંહ, વીરદેવ, તેના પુત્ર અરિસિંહ વગેરે કુટુંબ સાથે ગાંગદેવે (બિબે) ભરાવ્યાં.
(૧૨) સં. ૧૨૦૪ના ફાગણ વદિ ૧૧ને મંગળવારે શ્રીનેમિનાથ ભવના મંદિરના મુખ્ય મંડપના ગોખલામાં શ્રીશાંતિનાથ ભ૦નું બિંબ (પધરાવ્યું.)
સં. ૧૨૦૬ના જેઠ સુદિ ને મંગળવારે શ્રેષ્ઠી સહજિગના પુત્ર પરમ શ્રાવક ઉદ્ધાએ, પિતાના નાના ભાઈ ભેદા, ભાણેજ મામા અને બહેન લલી વગેરે પિતાના કુટુંબ સાથે, પિતાની પત્ની સલખણના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ૦નું. બિંબ ભરાવ્યું અને તેની શ્રી અજિતદેવસૂરિના શિષ્ય શ્રીવિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૪) સં. ૧૨૦૮ના ફાગણ સુદિ ૧૦ને રવિવારે......... આરાસણ ગામમાં શ્રીનેમિનાથ ભવના મંદિરના મુખ્ય મંડપમાં શ્રીમનાથ ભ૦નું બિંબ ભરાવ્યું.
સં. ૧૨૧૪ના ફાગણ વદિ – ને શુક્રવારે પ્રહવંશ (?)માં ઉત્પન્ન થયેલા સંવિગ્નવિહારી શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય પરમાનંદસૂરિની સાથે...
સં. ૧૨૧૬ના વૈશાખ સુદિ રના શ્રેષ્ઠી પાસદેવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org