________________
૧૭
કુંભારિયા ગભારાની બારશાખમાં બંને બાજુએ એકેક નાનાં કાઉસમ્બિયા કોતરેલા છે. પરિકરથી છૂટા પડેલા ૩ કાઉસગિયા છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શૃંગાર ચેકીએ, તેની સામે આઠ ખલા, બંને બાજુની આઠ આઠ દેરીઓ મળીને ૨૪ દેરીઓ વગેરે છે. છ ચેકીમાં દરવાજાની બંને બાજુએ બે ગેખલા છે. તે બંનેમાં ખાલી પરિકરે છે. આખુંયે મંદિર મકરાણાનું છે અને સામાન્ય રીતે બધે ઠેકાણે કેરણું છે. પણ ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, ઘુમ્મટ, ગૂઢમંડપનો મુખ્ય દરવાજે, છ ચેકીની બાજુને નીચેને ભાગ, છ ચકી અને સભામંડપના ૪ સ્તંભે, સભામંડપનું એક તરણ વગેરેમાં વિશેષ નકશી છે.
છ ચકી તથા સભામંડપ અને ભમતીની દેરીઓની " વચ્ચેના બંને તરફના થઈને છતના ૧૪ ખંડમાં ખૂબ કેરણું છે. તેમાંના પાંચ ખંડમાં સુંદર ભાવ કોતરેલા. જણાય છે.
(૧) રંગમંડપ તથા ભમતીની દેરી વચ્ચેની છતના જમણા હાથ તરફ સાતમા ખંડમાં – અતીત અને ભાવિ ચાવીશીનાં માતાપિતા તથા એક એક છત્રધર કેરેલાં છે.
(૨) બીજા ખંડમાં–વર્તમાન ચોવીશી તથા તેમનાં માતાપિતા છે. તે જ ખંડમાં ચૌદ સ્વપ્ન, ઈંદ્ર મહારાજે ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈને ખોળામાં બેસાડ્યા છે અને બંને બાજુ ઈંદ્ર મહારાજ કળશના અભિષેક કરે છે, કમઠ પંચાગ્નિને તપ કરે છે તે વખતે પાકુમાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org