________________
૨૫૦
અબુદાચલ પ્રદક્ષિણ આ વાવમાં લાગેલા લેખમાં આ સ્થાનનું નામ “વટપુર” અને “વસિષ્ઠપુર” લખેલું મળે છે. આ લેખ પરમારના પ્રાચીન ઈતિહાસના પરમ ઉપયોગી સાધનરૂપ છે. “વસંતપુર” નામ “વસિષ્ઠપુર” ઉપરથી જ પડ્યું લાગે છે. અહીં વટેશ્વરનું મંદિર પણ છે, અને “સરસ્વતી” નામની નાની નદી હમેશાં વહેતી રહેવાના કારણે વટનાં વૃક્ષ ઘણાં છે, તેના પરથી “વટેશ્વર” અને “વટપુર” નામની ઉત્પત્તિ હેવી જોઈએ; એમ લાગે છે.
અહીં એક મોટું તળાવ પણ હતું. કહેવાય છે કે, ગૂજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ તલાવ તેડી નાખ્યું. અને વસન્તગઢને ઉજજડ કરી નાખ્યું. છતાં પાછળથી કંઈક આબાદ થયું હતું. પરંતુ અત્યારે તો વિશેષે કરીને ખેતી કરનારા ભલે અને ગરાસિયા લેકે જ વસે છે.” બ્રહ્માજીનું મંદિર
જરા ઊંચાણ ભાગમાં એક હિંદુ મંદિરને થોડા વર્ષો પહેલાં સમરાવવાનું શરૂ કરેલું, જેનો શિખર સુધીનો ઇ– કળશ ચઢાવવાનો અને બહારના ભાગમાં ભીંતે અને કેટ વગેરેનો ભાગ પૂર્ણ રીતે ચણાયેલો છે, માત્ર થોડા જ ભાગ બાકી રહેલે છે. તેમાં સ્થાપન કરવા માટે બ્રહ્માજીની એક મેટી પુરુષપ્રમાણ મૂર્તિ, નવી કરાવેલી મંદિરની ભમતીના ખુલ્લા ભાગમાં સુવાડેલી પડી છે. શા કારણથી આ કામ અધૂરું હશે અને પ્રતિષ્ઠા નહિ કરાવી હોય, તે જણાતું નથી. ખંડિત હિંદુ મંદિર,
ઉક્ત મંદિરની પાસે ભગ્નાવશેષ એક વિશાળ મંદિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org