________________
વસંતબદ્ધ
હતું. ત્યારથી જ વસંતપુરના બદલે “વસંતગઢ” એ નામ પ્રસિદ્ધ થયું હોય એ સંભવિત છે.
કિલ્લાની ભીતે ઉપરનો ઘણોખરે ભાગ પડી ગયે છે. દરવાજે સાવ પડી ગયેલ છે. વસ્તીના બીજી તરફના દરવાજા આગળના ભાગમાં ગરાસિયા વગેરેનાં છૂટા છવાયાં ખેરડા ખેતરે અને અરટ વગેરે છે.” લાણવાવ (લાહિની વાપી૧):
ઉપર્યુકત કિલ્લાના દરવાજાની આગળ એક પ્રાચીન વાવ છે. પરમાર રાજા ધંધુકના ઉત્તરાધિકારી જયેષ્ઠ પુત્ર, જેનો સં૦ ૧૦૯નો શિલાલેખ આ ગામમાંથી જ મળ્યો છે, તેની નાની બહેન લાહિની નામે હતી. તેનો વિવાહ વિગ્રહરાજ સાથે થયે હતે. તે વિધવા થતાં પોતાના ભાઈને
ત્યાં ચાલી આવી અને વસિષ્ઠપુર (વસંતગઢ)માં જ રહીને તેણે તૂટેલા સૂર્યમંદિરને નવેસરથી બંધાવ્યું. અત્યારે આ મંદિર બિલકુલ તૂટી ગયું છે. વળી તેને પાણી પીવા માટે વાવડીનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ વાવડી આ લાહિનીના નામ ઉપરથી આજે પણ લણવાવ (લાહિનીવાપી) કહેવાય છે. આજે પણ આ વાવ ચાલુ છે. તેની આસપાસ હિંદુઓનાં મંદિરે ખંડિત અને સાબૂત હાલતમાં જોવાય છે.
૧ હિરેણી થા તિહાસ પૃ. ૩૦ ઉપરથી. * ૨ શિલાલેખમાં વિગ્રહરાજની વંશાવલી આ પ્રકારે છે–પોટ નામને દ્વિજ પોતાના જ બાહુબળથી રાજા થયો. તેના વંશમાં ભવગુપ્ત રાજા થશે. પછી તે જ વંશમાં સંગમરાજ થયે. તેને પુત્ર ચચ અને તેને પુત્ર વિગ્રહરાજ હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org