SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અજારી ૨૩૭ પિમ્પલગચ્છીયાચાર્ય શ્રીસુમતિપ્રભસૂરિજીની મૂર્તિ છે. તેમના પર સં૦ ૧૪૫૪ને લેખ છે. મૂર્તિ નાની પણ સુંદર છે. આચાર્ય મહારાજ પાટ ઉપર બેઠેલા છે. એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં માળા હોય એમ જણાય છે. જમણા ખભા ઉપર મુહપત્તિ અને એ ગરદનની પાછળ છે. માથે નાની જિનમૂત્તિ અને બાજુમાં હાથ જોડીને ઊભેલ એક સાધુની કતરેલી મૂર્તિ છે. આ મૂર્તિ ઊંચી ૧૦ ઇંચ અને પહેળી ૮ ઈંચની છે. છ ચેકીમાં ડાબા હાથ તરફના ગોખલામાં વૃક્ષના પરિકરયુક્ત જિનમૂર્તિને એક સુંદર પટ છે. નીચે કમલાકૃતિ છે તેના ઉપર ભગવાન બેઠેલા છે. બંને તરફ એક શ્રાવક અને શ્રાવિકા હાથ જોડીને ઊભેલાં છે. માથા ઉપર વૃક્ષનું સુંદર છત્ર બનાવેલું છે. આ મૂર્તિની ઊંચાઈ ૧૮ ઇંચ અને પહેલાઈ ૧૨ ઇંચની છે. છ ચેકીમાં જમણા હાથ તરફના ગોખલામાં શ્રી મહેન્દ્રસૂરીશ્વરજીની સુંદર મૂર્તિ છે. તેમની તેમના શિષ્ય શ્રી શાંતિસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરેલી છે. તેમના પર લેખ સં. ૧૨–નો છે. કેટલોક ભાગ ઘસાઈ ગયું છે. થોડો ભાગ વંચાય છે. મૂર્તિ મનોહર છે. આચાર્ય મહારાજ પાટ ઉપર બેઠેલા છે. એક પગ પાટ ઉપર અને બીજો પગ પાટ નીચે જમીન પર છે. ઢીંચણ પર રાખેલા એક હાથમાં પુસ્તક છે. પેટ ઉપર રાખેલો જમણો હાથ ખાલી છે. મુહપત્તિ જમણા ખભા ઉપર છે. શરીર પર કપડાંની નિશાની છે. બંને ખભાની પાછળ ઓ છે. મસ્તકે લોચની નિશાની અને મસ્તક પાછળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy