SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર અદ્ભુદાચલ પ્રદક્ષિણા આ લેખમાં ધરણુશાહના પિતા કુરપાલ અને શ્રેષ્ઠી લીંબાએ જીર્ણોદ્ધાર કરાવ્યું એ ઉલ્લેખ છે. સંભવતઃ શ્રેષ્ઠી કુંરપાલના અધૂરા કાર્યને ધરણાશાહે પૂરું કરાવ્યું હશે અને તે ઉપરથી તેની પ્રશસ્તિ કરનારાઓએ એ જીર્ણોદ્ધાર તેમના નામ પર ચડાવી દીધા હશે, એમ લાગે છે. વળી આ મંદિરમાં સં. ૧૪૬૯ના ત્રુટિત લેખવાળી મૂર્તિ ધરણાશાહ અને તેમના ભાઈ રત્નાએ ભરાવી, એ તેમાં ઉલ્લેખ છે. અહીં પરવાડેનાં લગભગ ૧૭૫ ઘરે અને ૩ ઉપાશ્રય છે. તેમાંથી જૂને ઉપાશ્રય તેડીને ન કરાવવા માંડે છે. ગામમાં ૧ ધર્મશાળા છે અને બીજી ગામ બહાર છે, એમ કુલ ૩ ધર્મશાળા–ઉપાશ્રયે છે. શા. ભગવાનજી તેજમલજી તરફથી એક જૈન કન્યાશાળા ચાલે છે. તેમણે કન્યાશાળા માટે હાલમાં જ ૧૦–૧૨ હજાર રૂપિયા આપ્યા છે. કન્યાશાળાના મકાનમાં જ સાધ્વીઓ ઊતરી શકે તેવી જુદી સગવડ કરેલી છે. લક્ષ્મીનારાયણનું મંદિર અહીં લક્ષ્મીનારાયણનું એક પ્રાચીન મંદિર છે, જે પહેલાં સૂર્યનું મંદિર હતું. તેમાં સૂર્યની સુંદર મૂર્તિ હતી, તેને ઉપાડીને એક બાજુએ મૂકી દીધી છે અને તેના સ્થાનમાં લક્ષ્મીનારાયણની નવી મૂર્તિ સ્થાપના કરી છે. આ સૂર્યની મૂર્તિ પહેલાં બે સ્તંભવાળા તેરણના આકારની ચાખટની મધ્યમાં સ્થાપિત હતી, આ ચોખટ હજુ યે વિદ્યમાન છે. તેમાં જેટલી નાની નાની મૂર્તિઓ ખોદેલી છે તે બધી સૂર્યની જ છે. તેની મધ્યમાં અત્યારે લક્ષમીનારાયણની મૂર્તિ છે. . #જિદ્દી સાથ તિરાડ પૃ. ૨૫ ઉપરથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy