________________
૨૧૪
અબુદાચલ પ્રદક્ષિણ. તેના કરતાં પહેલાં બન્યું હોવું જોઈએ. ગૂઢમંડપ વગેરેમાં કલઈ કરાવેલી હોવાથી મૂળ મંદિર સંબંધી બીજો ઉલ્લેખ મળી શક્યો નથી, તેથી મંદિર ક્યારે અને કેસે બનાવ્યું તે જાણવામાં આવતું નથી.
મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શિખર, મુખ્ય દરવાજાની બંને બાજુએ થઈને શિખરબંધી ૨૨ દેરીઓ, શૃંગારકી અને ભમતીના કેયુક્ત આ મંદિર બનેલું છે.
આ મંદિરની દેખરેખ ચામુંડેરીવાળા રાખે છે. દેખરેખની ખામીને લીધે પૂજારી મંદિરમાં બરાબર સફાઈ વગેરે રાખતો નથી.
પહેલાં અહીં શ્રાવકનાં કેટલાંયે ઘરે આબાદ હતાં. પરંતુ અત્યારે અહીં એક ઘર નથી. માત્ર રબારી, કુંભાર અને ખેડૂતનાં લગભગ ૩૦ ઘરે છે.
૫૮. વેલાર
માલણુથી ઉત્તરમાં પા માઈલ અને નાણું સ્ટેશનથી ઉત્તર દિશામાં વા માઈલ દૂર વેલાર” નામનું ગામ આવે છે. આ ગામ જોધપુર રાજ્યના નાણાપટમાં છે. શ્રી આદીશ્વર ભ૦ નું મંદિર:
અહીં મૂળ ના. શ્રીઆદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે, આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચોકી, સભામંડપ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org