________________
ગેહલી
૧૪૩ કઈ પણ કામમાં ભાગ લેતા નથી. પિરવાડે જ વહીવટ અને અન્યાન્ય કામ કરે છે.
૪૨. ગોહલી ખાંબલથી ઈશાન ખૂણામાં ૩ માઈલ અને સિરોહીથી વાયવ્ય ખૂણામાં ૨ માઈલ દૂર ગેહલી” નામનું ગામ આવેલું છે. આ ગામ સિરેહી રાજ્યનું છે. શ્રીગેડીપાર્શ્વનાથ ભ૦નું મંદિર :
અહીં મૂળ ના શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું બાવન જનાલયવાળું ભવ્ય મંદિર છે. મંદિર મકરાણુના પથ્થરનું શિખરબંધી છે. મૂળ નાની મૂર્તિ નવીન છતાં દર્શનીય છે. મંદિરની પ્રાચીન ભીંતમાં વિ. સં. ૧૨૧૩ અને ૧૨૪૫ ના લેખે છે. તેમાં સં૧૨૪૫ ના લેખમાં “ગેહવલિ”
એવું ગામનું નામ આપેલું છે; એ ઉપરથી આ મંદિર અને - ગામ એ પહેલાનું હશે એ નક્કી થાય છે. અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર ચાલે છે.
અહીં એક ઉપાશ્રય અને એક ધર્મશાળા છે. તાંઅર જેનાં ૨૫ ઘરે છે.
૪૩. કલર
ગેહલીથી ઈશાન ખૂણામાં પણ માઈલ દૂર “કેલર” નામનું ગામ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org