________________
સીડી
૧૧૭
પહેલાં એક શ્રાવકે મૂળ ના જીના સ્થાને ભાઠાં પધરાવી મહાદેવજીની એક દેરી નવી બનાવી છે.
આ ભાઠે કંપાઉંડમાં કેરડાનું ઝાડ છે, ત્યાંથી નીકળ્યો હતું. તેને ઘડવા માંડ્યો પરંતુ ઘડાય નહીં. ઘડતાં ટાંકણું પણ તૂટી ગયાં. એ ભાઠે એમ ને એમ જ પૂજવાનું કેઈને સ્વપ્નમાં આવ્યાથી તે જેમને તેમ જ પથ્થરરૂપે મૂળનાયકજીના સ્થાને સ્થાપન કરેલ છે, એટલે આ ભાઠે બહુ જ ચમત્કારિક મનાય છે. વાણિયા અને ગામના બીજી જાતિના મનુષ્યો પણ તેને માને છે અને પૂજે છે. પૂજારી આખા ગામ તરફથી પૂજા કરે છે. ખેડૂત વગેરે તેને લાગે આપે છે.
આમ જેનેનું મંદિર હોવા છતાં તેમાં ગામને પણ હક ઘૂસ્યો છે, તે ઠીક નથી. શાળ અને મહાદેવની ડેરી પણ જેનેએ જ બંધાવેલી છે.
આ ગામમાં પરવાડ શ્રાવકનાં ઘર ૬પ છે. ઉપાશ્રય તથા ધર્મશાળા વગેરે ૩ છે. એ સિવાય તપગચ્છ ઉપાશ્રય ૧ છે. તે ઉપરથી ઉઘાડે છે.
પ્રાચીનતા :
સીડી ગામમાં પાર્શ્વનાથ પ્રભુનું ઉપર્યુક્ત મંદિર હેવાનું સં. ૧૭૪૬માં શ્રી શીતવિજયજીએ રચેલી તીર્થમામાં પણ વર્ણન છે. ૧ ૧ સ્યાકરે સીધી (સીડી) વામાનંદ, હસી હસી પુરિ પ્રણમું
આનંદ. – વીનતીર્થયાત્રા હૃ-કડી ૫૪, પૃ. ૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org