________________
સમગ્ર નકશે પણ આમાં સામેલ કર્યો જ છે. આમ, બની શક્યું તેટલી રીતે આ વર્ણનને લોક––ઉપયોગી કરવાની દૃષ્ટિ રાખી છે, આની સફળતા કેટલી, તેને આંક વાંચકે ઉપર છોડું છું.
આ પ્રદેશને વિહાર અમે સં. ૧૯૮૭માં કરેલું. એટલે સત્તર વર્ષ પહેલાં તે ગામોમાં જે સ્થિતિ હતી, તેનું વર્ણન આમાં મુખ્યત્વે છે, છતાં પાછળથી જે કંઈ અમને અહીં બેઠાં જીર્ણોદ્ધાર કે સુધારા વધારાની માહિતી મળતી રહી તેને પણ આમાં સમાવી દીધી છે. કેટલાંક સ્થળોની માહિતી અમે મેળવવાનો પ્રયત્ન કર્યો ને કરી રહ્યા છીએ છતાં એ બધી સામગ્રી આવે ત્યાં સુધી રાહ જોઈ શકાય નહિ; તેથી જે કંઈ આટલી સામગ્રી ઉપરથી તૈયાર થઈ શક્યું તે બધું વ્યવસ્થિત ગોઠવીને આ સ્વરૂપે પુસ્તક જનતા સમક્ષ મુકવામાં આવે છે. - ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય કેવાં ઉચ્ચકોટિનાં હતાં; એની આ પ્રદેશમાં અને બીજે પણ પરિભ્રમણ કરતાં ઝાંખી થયા. વિના રહેતી નથી. ભારતીય પ્રજા ધર્મપ્રાણુ છે, તેથી જ ભારતીય શિલ્પકળાને ઉદ્દેશ વિવિધ સ્વરૂપને કળામય રીતે ભિન્નભિન્નરૂપે દશ્યમાન કરાવવાનું નથી પણ આત્મીય ભાવને તથાસ્વરૂપે કલ્પીને વિવિધ સ્વરૂપમાં પણ એક સર્જવાનો છે; એ તેના વિધાનમાંથી પણ નજરે પડે જ છે અને તજજ્ઞોનું મંતવ્ય પણ અમારા ઉપકત કથનને ટેકો આપે છે. મંદિરે, જનતાના સર્વાગીણ વિકાસનો ઉચ્ચ મેરુસ્વરૂપ સંસ્કાર આપવાના હેતુથી જ રચાતાં અને જનતાના વિવિધ વિચારોનું સ્વયંભૂ એકીકરણ આવા ધામોમાં થઈ શક્ત. વ્યવહારુ જનતાના માનસનું નિયંત્રણ કરવામાં મંદિરને ફાળે નાનેસને નથી. તેથી મંદિરો ઉપર ગમે તેવી મુસિલમ આક્રમણો વગેરેની આફતો ગૂજરી છતાં તેનાં સંસ્કરણ, પરિવર્ધને કે નવીન રચના થયા જ કરી છે, જેને પરિણામે આજે પણ મંદિરની વિપુલતા નજરે ચડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org