________________
મહાર
૭૧
કુલે જિનબિંબ ૫, ધાતુની ચાવીશી ૧, ધાતુની પંચતીથી ૧, ચાંદીની ચોવીશી ૧ અને ચાંદીની એકલમૂત્તિ ૧ છે. અંબાજીમાતા ૧, પદ્માવતીદેવી ૧ અને મણિભદ્રની મૂર્તિ ૧ છે. શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ વગેરે સં૧૮૬૫ લગભગમાં જમીનમાંથી પ્રગટ થઈ તે જ વખતે આ નવું મંદિર બંધાવવાની શરૂઆત થઈ અને સં૧૯૨૦માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી.
શ્રીમણિભદ્રને બદલે મડાદેવીનું દેરુંઃ
મડા ગામમાં એક ઊંચી ભાખરી ઉપર સદાશિવજી મહાદેવનું સ્થાન છે. પહાડની ગુફાને આગળના ભાગથી બાંધી લઈને માથે ઘુમ્મટ તથા પગથિયાં સાથે ઊંચે ચેતરો બનાવીને બે ખંડવાળા એક નાના દેશ સરખો આકાર બનાવેલો છે. તેને ગામના લોકે મડાદેવીના સ્થાન તરીકે ઓળખે છે ને પૂજે છે. ગામના લેકે પણ અત્યાર સુધી એમ જ સમજતા હતા. ત્યાં જઈને તપાસતાં તે દેરાના અંદરના અને બહારના ખંડમાંથી ઊંચા પથ્થર ઉપર લાલ રંગથી લખેલા વિ. સં. ૧૬૭૪, ૧૭૮૭ અને ૧૭૮૭ ના એમ ત્રણ લેખ મળ્યા, જેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ દેરું મણિભદ્રજી યક્ષ અને ચકેશ્વરસૂરિનાં પગલાં સ્થાપન કરવા માટે બનાવવામાં આવ્યું છે. તથા આમાં અંદરના ખંડમાં બીજા કોઈ આચાર્યનાં પગલાં સ્થાપન કરેલાં હતાં. આ પગલાં તેમ જ શ્રીચકેશ્વરસૂરિજીનાં પગલાં અહીં દેખાતાં નથી. બીજા ખંડમાં મુખ્ય સ્થાન પર પગલાં જેડી ૨ છે; જે પાછળથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org