________________
यक्षराड् मणिभद्रो विजयतेतराम् ॥
કિંચિત્ વક્તવ્ય
આબુ ગિરિરાજના દેવમહાલયને મેં જેટલી (સાત-આઠ) વખત જોયાં હશે તેટલી વખતે મને તેમાંથી અવનવી પ્રેરણાઓ મળતી જ રહી છે. આબુના કુદરતી સૌંદર્યમાં માનવી બુદ્ધિએ ઘડેલા આકારને અભુત મેળ તો કઈ પ્રેરણાને આભારી હશે; એ સમજવું મુશ્કેલ છે છતાં દાનવીર અને કળાવીર; બન્નેના મુક્ત હસ્તને અખલિત પ્રવાહ, એ શિલ્પ પાછળ વહેતો નજરે પડ્યા વિના રહેતો નથી. હું એથી આકર્ષા અને મેં નજરે પડતી પ્રત્યેક શિલ્પકૃતિઓને સાવધાનતાપૂર્વક અભ્યાસ કરવા માંડ્યો, મારી આંખો ટેવાઈ જવા માંડી અને એ સંબંધી અતિહાસિક ને પૌરાણિક સાહિત્ય પણ ફેંદો-વાંચતો રહ્યો, ધીમે ધીમે બધી હકીકતો અક્ષરબદ્ધ કરવા માંડ્યો. જેમ જેમ લખાતું ગયું તેમ તેમ નવા વિષયો ઉમેરાતા ગયા અને તેથી જ મેં આજ સુધી તૈયાર કરેલા આબુના પાંચ ભાગોમાં ય આબુનું સર્વાગીણ સ્વરૂપ પૂરું થઈ શક્યું–શકતું નથી. આબુના સ્તુતિ-સ્તોત્રરૂપ છઠ્ઠો ભાગ, જૈન ભંડારમાંથી મળેલી હસ્તલિખિત પોથીઓમાંથી અને પ્રકાશિત થઈ ગયેલાં પુસ્તકમાંથી નકલ કરીને ઉતારી રાખેલે, હજી અવ્યવસ્થિત પણ તૈયાર પડ્યો જ છે. આબુના પ્રથમ ભાગની વિશેષ હકીક્તની તૈયાર કરવા માંડેલી ટિપ્પણીઓ તે હજી કેટલીક નાના-મોટા કાગળિયાંની કાપલીઓમાં છે ને બીજી તૈયાર કરવાની બાકી છે. આમ, મારી દૃષ્ટિએ આબુનું ગિરિરાજ સમું સર્વાગીણ દર્શન આટલા ભાગમાં ય પર્યાપ્ત થતું નથી; એટલું જ માત્ર વક્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org