________________
અભિપ્રા.
સમાજ અને ધર્મની કેવી ઉપયોગી સેવા બજાવી શકે તેમ છે તે બતાવી આપે છે. આબુ વિષે પુસ્તક લખવા માટે સામગ્રી એકત્ર કરવામાં અને દરેક વસ્તુનું બારીક અવલોકન કરી તેને ઘટતા સ્વરૂપમાં રજુ કરવા માટે કર્તાએ ભારે શ્રમ લીધું છે. તેમની આ શોધખોળ એકલા જૈનો માટે જ નહિ પણ ઇતિહાસ અને શિલ્પકળાના શોખીનો માટે જરૂર ઉપયોગી થઈ પડશે. આ પુસ્તકમાં જૈન મંદિરનું વર્ણન અને તેને લગતી ઐતિહાસિક કથાઓ પણ આપી છે. લેખકે ઇતિહાસકારો સમક્ષ એક નવી વાત રજુ કરી છે કે ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ થવા ૫ડેલાં આબુની ભૂમિ પર વિચર્યો હતા. આ બાબત ઇતિહાસના અભ્યાસી અને શેધકો માટે ન ખેરાક પૂરો પાડે છે. આબુ પરના જૈન મંદિરે કારીગરીના ઉંચા નમૂના રૂપ છે. ત્યાંની મૂર્તિઓ જુના જમાનાના પોષાક અને રીતરિવાજને ખ્યાલ આપે છે. આબુની યાત્રાએ અથવા શેખને ખાતર ફરવા જનારને આ પુસ્તક માર્ગદર્શક ભોમિયાની ગરજ સારશે. લેખકે આબુ પર ફરવા જવા માટે આ કાર્યક્રમ પણ ગોઠવી આપે છે. જુદે જુદે દિવસ કયાં જવું, કયાં ધર્મશાળા છે અને કયાં કેવી સગવડ છે તેની પણ આ પુસ્તકમાં માહિતી આપી છે. આબુ વિષેનું તેમનું આ તો માત્ર પ્રથમ પુસ્તક છે. બીજા ત્રણ પુસ્તકે હજુ બાહેર પડવાનાં છે. પ્રથમ ભાગનું ભાષાંતર હિંદીમાં થયું છે અને ઈગ્રેજીમાં પણ તે બાહેર પડવાની તૈયારીમાં છે. આ પુસ્તકની ઉદ્દઘાત મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે લખી લેખક અને તેમની કૃતિને અને પરિચય કરાવ્યો છે. આવું સુંદર પુસ્તક લખવા માટે મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજને અનેક ધન્યવાદ ઘટે છે. આ પુસ્તની કિંમત રૂ. ૨-૮-૦ છે. તે ઉજજૈન ખાતે છોટા શરાફામાં શ્રી વિજયધર્મસૂરિજી જૈન ગ્રંથમાળા અને અમદાવાદમાં તિ કાર્યાલયમાંથી મળશે.
“મુંબાઈ સમાચાર " શનિવાર, તા. ૧૮–૮–૩૪
મુંબઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org