________________
અચલપઢના લેખ.
૫૦૭ (કાઉસગ્ગીયા)ની બેઠક પર બેઠેલા છે. લેખ પ્રાચીન હોવાથી બન્ને લેખની નીચે નીચેની બધી પંક્તિઓમાંથી થોડા થોડા અક્ષરો સાવ ઘસાઈ ગયા છે. આ બન્ને કાઉસગ્ગીયા સત્યપુર (સાર)થી અહીંઆ આવેલા જણાય છે. બન્ને મૂર્તિઓ પર ભિન્ન ભિન્ન સંવના બે બે લેખે છે. તે ઉપરથી લાગે છે કે એ બન્ને મૂર્તિઓ બન્યા બાદ એક સૈકા પછી તેને ભંગ થયે હશે અથવા તેને થોડું નુકશાન થયું હશે, તેથી બીજા ગૃહસ્થ તેને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે. એજ કારણથી દરેક પર બબે લેખ હશે એમ લાગે છે. એ બને મૂર્તિઓ એક જ ધણીએ કરાવી છે તેમ તેને જીર્ણોદ્ધાર પણ એક જ ધણીએ કરાવ્યું છે. અને મૂર્તિઓ પરના લેખમાં કુટુંબીઓનાં ચેડાં નામેના હેરફેર સિવાય સાલ-મિતિ વગેરે બીજી બધી હકીકત એક સરખી જ છે. અને તેને પાછલે ભાગ તૂટક હોવાથી તેમાં આપેલાં નામને અરસપરસ શું સંબંધ છે, તે જાણી શકાયું નથી. બને લેખને સારાંશ આ પ્રમાણે છે –
લે. ૪૬૫–સં. ૧૧૩૪ના ફાગણ શુદિ ૭ ને ગુરુવારે, શ્રીસત્યપુર (સાર) નગરમાંના શ્રી બ્રાહ્મણગચ્છીય શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં વિરાજમાન કરવા માટે, શ્રીયશોભદ્રસૂરિની આમ્નાયવાળા, શેઠ વીરમદેવની સંતતિમાં ઉત્પન્ન થયેલા વહા (વ્યાપારી?) શ્રીવચ્છ વગેરે શ્રાવકેએ આ મંદિરને ભંગ થયા પછી, શ્રીમહાવીરસ્વામીની બે ઉભી મૂર્તિઓ કરાવી.
સં. ૧૨૩૬ના માહશુદિ ૧૦ ને બુધવારે, બ્રહ્માણગચ્છીય શ્રીપ્રદ્યુમ્નસૂરિની આમ્નાયવાળા ગેઝિક (જિનમંદિરના કાર્યવાહક ), નાગૅદ્રના પુત્ર
. પુનાના પુત્રે ૧ આવટિ, ૨ દેપમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org