________________
અચલગઢના લેખે.
૫૦ સંસારચેના પુત્ર ખીમરાજની ભાર્યા ૧ રમાદે ૨ કપૂના પુત્રે ૧ જયમલ્લ અને ૨ મનજી, બીજી ભાર્યા અનુપમાદેના પુત્ર દેવરાજ વગેરે. કુટુંબથી યુક્ત (તે સંઘવી સહસાએ); પિતે કરાવેલા આ
* સંઘવી સહસા, જ્ઞાતિથી વિશા પિરવાડ અને સરહડીયા ગોત્રને હતો. “ગુજર કવિઓ ભાગ બીજો અને શ્રી શીતવિજયજીકૃત તીર્થમાળામાં લખવા પ્રમાણે તે માળવામાં આવેલ માંડવગઢને રહેવાસી હતા. સંઘવી સહસા દાનવીર, શૂરવીર અને ધર્મવીર હતો. તેને, તે વખતના માળવાધિપતિ ગ્યાસુદિને પિતાના ધર્માધિક મંત્રીઓમાં અગ્રણી મુખ્ય મંત્રી બનાવ્યો હતો. તેમ છતાં તે ધર્મકાર્યોમાં પણ હમેશા તત્પર રહેતો હતો. તેના પિતા સંઘવી સાલિગે વંશવાલ ( ? ) નામક ગામમાં જિનાલય બંધાવ્યું હતું.
“ગુર્જર કવિઓ'ના બીજા ભાગના પૃષ્ઠ ૭૨૨ ને ટિપ્પણમાં તેના વિદ્વાન સંપાદકે શ્રી વીરવંશાવળીના આધારે લખ્યું છે કે “સા. સહસાએ અબુદગિરિ ઉપર અચલગઢમાં પાંચ લાખ મનુષ્યને સંધ લઈ જઈ ઋષભદેવનો ચતુર્મુખ પ્રાસાદ નિપજાવી તેમાં ચાર ( બાર ) બિંબ કરાવ્યાં, તેમાં ૮ બિંબ કાઉસગ્ગીયા ને ૪ બિંબ ચતુર્મુખ પ્રાસાદના. સં. ૧૪૫૪ ( ? ૧૫૪૪ )માં સુમતિસાધુસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. ” આમાં પાંચ લાખ માણસોને સંઘ કાઢવાનું લખ્યું છે, પણ પાંચ લાખ મનુષ્યને. સંધ કાઢો તથા અચલગઢમાં અને દેલવાડા સુધીની બધી સપાટ જમીનમાં પણ પાંચ લાખ માણસોને સમાવેશ થવો તે અસંભવિત ' જણાય છે. વળી સં. સહસાએ ત્યાં ૧૨ જિનબિંબો ( ૮ કાઉસગ્ગીયા, ૪ બેઠી મૂર્તાિઓ) કરાવ્યાનું, તેની સં. ૧૪૫૪ (૧૧૫૪૪)માં પ્રતિષ્ઠા થયાનું અને સુમતિસાધુસૂરિજીએ પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું છે, તે બધું ય ભૂલ ભરેલું છે. સં. સહસાએ બાર નહીં પણ ફક્ત એક જ મૂર્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org