________________
પિત્તલહરના લેખે.
४८७
( ૪૩૩ ) સં. ૧૩૯૪માં, સંઘવી શાહ આસરની ભાર્યા રત્નસિરીની પુત્રી, તે (સં. ૧૩૭૮ માં શ્રી વિમલવસહીને જીર્ણોદ્ધાર કરાવનાર) શાહ વિજડની ભાર્યા વીન્હણદેવી, તેના કલ્યાણ માટે (તેના પુત્ર પ્રથમસિંહે શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠ, વિમલવસહી–લૂણવસહીના સં. ૧૩૭૮ ના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાનું જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી છે.
(૪૩૬-૪૩૭) આ બે લેખોમાંના પહેલા લેખમાં, શ્રીસુવિધિનાથજીના ગભારામાંની શ્રીસુવિધિનાથ ભ, શ્રીસંભવનાથ ભ, શ્રીધર્મનાથ ભ, આદિ પાંચ મૂર્તિઓની બેઠકો ઉપર, સમુખ ભાગમાં થોડા થોડા અક્ષરો ખેદેલા છે, તે આપેલા છે, અને બીજા લેખમાં, ભમતીની દેરીઓમાંની ચાર મૂર્તિઓની બેઠકોના સન્મુખ ભાગમાં ખેરાયેલા થોડા થોડા અક્ષરે આપ્યા છે.
( ૪૩૮ ). સં. ૧૩૯૪ માં, શા. લવણના પુત્ર શા.... .... ... શ્રી આદિનાથ ભ.ની પ્રતિમા ભરાવી, તેની શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૩૯ ) સં. ૧૫૪૭ ના શ્રીસ્તંભતીર્થ (ખંભાત)નિવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય શા. ઘીઘાના પુત્ર શા. કર્માની ભાર્યાના પુત્રો ૧ શા. મેષા, ૨ શા. માંઈઆ, ૩ શા. નરી આ. તેમાંના શા. મેષાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org