________________
લુણવસહીના લેખ. આભટ, માણિક, અને સલખણ નામના ચાર અને લક્ષ્મીધરને થિરદેવ, ગુણધર, જગદેવ, અને ભુવન નામના ચાર પુત્રો હતા. તેમાંના શાહ એમડને રાહડ, જયદેવ અને સહદેવ નામના ત્રણ પુત્રો હતા. આમાંના શાહ રાહડને જિનચંદ્ર, દુલહ, ધનેશ્વર, લાહડ અને અભયકુમાર નામના પાંચ; શા. જયદેવને વીરદેવ, દેવકુમાર અને હાલૂ નામના ત્રણ તથા શા. સહદેવને શા. પેઢા અને ગેસલ નામના બે પુત્ર હતા. બંને દેરીઓના દરવાજા ઉપરના લેખે, ઉપર પ્રમાણે બધાં નામે અને મૂત્તિઓના લેખોમાં એમાંનાં ચેડાં થોડાં નામે આપેલાં છે. તે સિવાય દરેક લેખમાં વિશેષ હકીકત આપવામાં આવી છે, તે આ પ્રમાણે છે –
લે. ૩૪૫ શા. તેમના પુત્ર શા. સહદેવે, સૌભાગ્યવંતી પત્ની, સુહાગદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પિતાના પુત્રો શા. પેઢા અને ગેસલના શ્રેય માટે, તથા શા. સહદેવના મોટા ભાઈ રાહડના પુત્ર શા. જિનચંદ્ર, પિતાના અને પોતાની માતા “વડી” ના શ્રેય માટે શ્રીસંભવનાથ ભ. ની મૂર્તિ ભરાવી. (૩૪૫)
લે. ૩૪૬ શા. નેમડના પુત્ર શા. રાહડના પુત્ર શા. જિનચંદ્ર ના પુત્ર શા, દેવચંદે પોતાની માતા ચાહિણના શ્રેય માટે શ્રીઆદિનાથ ભ. નું બિંબ ભરાયું. (૩૪૬)
લે. ૩૪૭ શા.મડના પુત્ર શા, જયદેવના પુત્રો ૧ શા. વીરદેવ, ર દેવકુમાર અને ૩ હાલુએ પોતાના અને પિતાની માતા જાહણદેવીના કલ્યાણ માટે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવી (૩૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org