________________
લૂણવસહીના લેખે.
૩૭૭ અથવા કામધેનુની જેમ વાંછિત પદાર્થોને આપનાર હોવાથી સારો દાતાર છે. ૩૯ જે, પિતાના પિતાથી શસ્ત્રવિદ્યા, કાકાથી શાસ્ત્રવિદ્યાવિજ્ઞાન અને (પિતા તથા કાકા એ) બનેથી દાન દેવાનું શિખે છે એવે, ધારાવર્ષને પુત્ર સેમસિંહદેવ જયવંતે વર્તે છે. ૪૦. બ્રાહ્મણ પાસેથી લેવાતા કરને માફ કરીને તથા શત્રુઓના સમૂહને જીતીને તેનાથી ચંદ્રના પ્રકાશ જેવા ઉજજવળ યશને તે સેમસિંહ રાજાએ પ્રાપ્ત કર્યો, કે જેણે તે યશ વડે કરીને આખા પૃથ્વીતલને ઉજજવળ કરતાં છતાંયે, ઈર્ષાઅદેખાઈથી ખેદ પામતા તેના બધા શત્રુઓનાં મુખ ઉપરથી મલિનતા-ઉદાસીનતા દૂર કરી નાંખી નથી. ૪૧. જેમ વસુદેવને શ્રીકૃષ્ણ નામને પુત્ર છે તેમ (સમસિંહદેવ) ને, પ્રમાણથી અધિક પ્રતાપવાળે, યશસ્વી તથા દયાવાન કૃષ્ણરાજ નામને પુત્ર જયવંતે વતે છે. ૪૨.
- સેમસિંહ, તેજપાલના બંધાવેલા આ મંદિરની પૂજા આદિના ખર્ચ માટે પિતાના રાજ્યના બારઠ નામના પરગણામાંનું ડબાણી નામનું ગામ દેવદાન તરીકે અર્પણ કર્યું હતું. એ ગામ આજે કમાણીના નામે વિદ્યમાન છે. ત્યાંથી વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯ ) ના શ્રાવણ સુરી ૫ ના દિવસને એક લેખ પ્રાપ્ત થયો છે, જેમાં આ મંદિરનું અને તેજપાલ તથા તેની સ્ત્રી અનુપમાદેવીનું નામ ઉલિખિત છે. એના ( સોમસિંહના ) સમયના ૪ લેખો મળ્યા છે, જેમાં સૌથી પ્રથમને તે સં. ૧૨૮૭ ને આ પ્રસ્તુત લેખ છે અને સૌથી પાછળને ઉકત સં. ૧૨૯૬ ને ડમાણુને દેવક્ષેત્ર–મંદિર સંબંધીને છે. સોમસિંહે પિતાની હયાતીમાં જ પિતાના પુત્ર કૃષ્ણરાજદેવ ( કાન્હડદેવ ) ને યુવરાજ બનાવી દીધો હતો અને તેના હાથખર્ચ માટે નાણા નામનું ગામ ( જે જોધપુર રાજ્યના ગોડવાડ ઇલાકામાં આવેલું છે ) આપ્યું હતું:- શિરોહી રાજ્ય જાં ફતિહાસ | પૃષ્ઠ, ૧૨-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org