________________
૩૬૨
અવલોકન.
વિશેષ નામે પ્રાકૃત રૂપમાં જ વપરાયેલા છે. છંદના નિયમોને લીધે સમજવામાં ઘણા ખરા વિદ્વાને તે વંચિત જ રહ્યા છે. કેટલાકે પિતપોતાની કલ્પનાનુસાર વિચિત્ર અને ભ્રાંતિવાળા અર્થો કયાં છે. પરંતુ યથાર્થ અર્થ કોઈના જાણવામાં આવ્યો હોય તેમ જણાતું નથી. આ બંને શબ્દો પશ્ચિમ ભારતમાં, પહેલાં લેકભાષામાં પ્રચલિત હતા અને તેમને વાચ્યાર્થ આ પ્રમાણે છે. અલાનક
( ૧ ) દેવમંદિરના પ્રવેશદ્વારના ઉપરને મંડપ. ( ૨ ) વાપી (વાવ)ના મુખ ઉપર મંડપ. ( ૩ ) કુંડના અગ્ર ભાગના ઉપરને મંડપ.
( ૪ ) રાજદારના સિંહદ્વાર ઉપરને મંડપ. બલાનક શબ્દના આ પ્રમાણે ચાર અર્થે થાય છે. પાટણના તપાગચછને વૃદ્ધ યતિ શ્રીહિમ્મતવિજયજી, જેઓ શિલ્પશાસ્ત્રના એક જ - અદિતીય જ્ઞાતા છે; તથા જેઓ મંદિર નિર્માણ વિદ્યામાં પૂર્ણ નિપુણ છે, તેમણે આ શબ્દોના ઉપયુંકત અર્થે જણાવ્યા છે. આ ઉપરથી પ્રસ્તુત લેખમાં જે બલાનક શબ્દ છે તેને અર્થ મંદિરના આગલા ભાગમાં રહેલા દ્વારની ઉપરને મડપ સમજવાનું છે. વસ્તુપાલ તેજપાલના બીજા અનેક લેખમાં અને ગ્રંથમાં જણાવેલું છે કે, તેમણે અમુક સ્થાને અમુક મંદિરમાં બલાનક કરાવ્યું, તેનો અર્થ પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વાર ઉપરનો મંડપ જ સમજો.
ખત્તક-તે, જેને ગુજરાતીમાં “ગેાખલો ” અને રાજપૂતાનાની ભાષાઓમાં “ આળીઓ ' અથવા “ તાક ” કહેવામાં આવે છે, તે છે.
ગોખલે' એ શબ્દને લલ્લુભાઈ ગેકુળદાસના “ ગુજરાતી શબ્દ કેષમાં આ પ્રમાણે અર્થ આપેલ છે-“ગેાખલો, પુ; હરકોઈ ચીજ મૂકવાને અથવા દેવ વગેરેને બેસાડવાને દિવાલ-ભીંતમાં જે પિલાણ રાખેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org