________________
૩૫૪
અવલેાકન,
હતુ –તેઓએ લેવાનું હમેશાંને માટે છેડી દીધું હતું. છતાં પાછળથી કેટલાંક વધેર્યાં વીતતાં ચાકી–પહેરા, વળાવુ વગેરે નિમિત્ત યાત્રાળુઓ પાસેથી કર ટેકસ લેવાનું શરુ થઇ ગયુ` હશે; તે મધુ, આબુ પર્યંત મહારાણા કુંભકરણના હાથમાં આવતાં જ તેમણે હંમેશાંને માટે બંધ કરી દઇને પ્રજાના શુભ આશીર્વાંદ મેળવ્યેા હતેા. તેના આ સુરહી ’ માં ઉલ્લેખ છે. આ સુરહીમાં બે જુદા જુદા લેખે છે. તેમાંના પહેલે વિ. સં. ૧૫૦૬ ના અષાડ શુદિ ૨ ને અને બીજો સ. ૧૫૦૯ ના આશે। શુદ્ઘિ ૧૩ ને શનિવારના છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે:-~~
6
તથા
સ. ૧૫૦૬ ના અષાડ શુદ્ઘિ ૨ ને દિવસે, મહારાણા શ્રીકુ ભકરણના વિજયી રાજયમાં, શ્રી આબુ ઉપરના દેલવાડા ગામના વિમલવસહી–શ્રીઆદિનાથ, તેજલવસહી–શ્રીનેમિનાથ ખીજા. શ્રાવકનાં દેહરાંની યાત્રા કરવા માટે જે કેઇ યાત્રી આવે, તેની પાસેથી દાણુ ( જગાત ); વળાવું; રખવાળી-ચાકી પહેરા; ગાડાં પેાઠીઆ દીઠ લેવાતા હુક વગેરે બધું મહારાણા કું ભકરણે, મંત્રી ડૂ'ગર ભેાજા ઉપર મહેરબાની કરીને ( તેમની અરજ સ્વીકારીને ) ચુકાવ્યું–લેવાનું બંધ કરાવ્યું. જ્યાં સુધી દુનિયા ઉપર સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી યાત્રા સંબંધી ( યાત્રાળુ કે મંદિરના કાર્યવાહકા પાસેથી ) એક પૈસા પણ માગવા નહીં ( તેમ લેવા પણ નહીં ), રાણા કું ભકરણે મંત્રી ડૂંગર ભાજા ઉપર મહેરબાની કરીને યાત્રાની મુક્તિ-છુટ કરીને તીર્થં સૌને માટે ખુલ્લું મુકાવ્યુ અને તેને માટે “ સુરહી ” રેાપાવી. જે આ વિધિને–આજ્ઞાને લેાપશે, તેને “ સુરહી ” ભાંગ્યાનુ –ગૌહત્યાનું પાપ લાગશે. અચલગઢ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org