________________
વિમલવસહીના લેખે.
૨૬૭ .. લેખે પણ મંત્રી દશરથના જ છે. તેથી મંત્રી દશરથ અને તેના પૂર્વ સંબંધી વિશેષ હકીક્ત જાણવા માટે તે બન્ને લેખો જુઓ.
( ૪૮-૪૯ ) ભમતીની દશમી દેરીમાં ચાર વિહરમાન ભગવાનને એક પટ્ટ છે, તેમાંના ચારે ભગવાનની મૂર્તિઓ ઉપર હાલ વિચરતા ચારે ભગવાનનાં નામે ખોદેલાં છે. ૧. સીમંધર સ્વામી, ૨. યુગંધર સ્વામી, ૩. બાહુ સ્વામી અને ૪ મહાબાહુ સ્વામી. (અહીં સુબાહુને બદલે મહાબાહ નામ દેલ છે.) તે નામેની નીચે ૧ સહિણ અને ૨ અભયસિરિ એ પ્રમાણે શ્રાવિકાઓનાં બે નામે ખોદેલાં છે. કદાચ એ બને શ્રાવિકાઓએ આ પટ્ટ કરાવ્યું હશે. (૪૮).
આ જ દેરીમાં આ ભરતક્ષેત્રમાં થયેલી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ત્રણે વિશીના તીર્થકર ભગવાનને એક પટ્ટ છે. તેના ઉપર ત્રણે વિશીના ભગવાનનાં નામે ખેદેલાં છે. તે બધાં નામે સ્પષ્ટ હોવાથી અહીં આપેલાં નથી. વાંચવા ઈચ્છનારે મૂળ લેખમાંથી જ વાંચી લેવાં. (૪૯)
(૫૦ ) એ જ દેરીમાં વિમલ મંત્રીના મેટા ભાઈ મંત્રી નેતના પૂર્વજો અને વંશની આઠ મૂર્તિઓવાળે એક મૂર્તિ પટ્ટ છે. તેમાં દરેક મૂર્તિ નીચે નામે બેઠેલાં છે. તે મૂત્તિઓ નીચે લખેલા માણસની છે –
૧ મંત્રી શ્રીનીના (નિન્નક)ની મૂત્તિ. ૨ » » ના પુત્ર મંત્રી લહરની મૂર્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org