________________
વિમલવસહીના લેખે. દેરીમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમાન કકુંદાચાર્યે પ્રતિષ્ઠા કરી.
આ લેખ ઉપરથી એ સિદ્ધ થઈ શકે છે કે તે સમયમાં કેટલાક સલાટે-મિસ્ત્રીએ પણ જૈનધર્મ પાળતા હતા. જે તેઓ જૈનધર્મ પાળતા ન હોય તે આમ ભકિતપૂર્વક દેરીને જીર્ણોદ્ધાર કરાવીને સુંદર પરિકર સહિત મૂળનાયક ભગવાનની મૂર્તિ પધરાવવાનું બનવું અસંભવિત જ હેય. વળી વિમલવસહી મંદિર બાંધતાં ઘણી કમાણી થવાના ઉત્સાહથી આ દેરીમાં પ્રતિમાજી પધરાવવા વગેરેની કલ્પના થઈ શકે તેમ નથી. કારણ કે વિમલવસહીની પ્રતિષ્ઠા થયા પછી ૧૧૪ વર્ષ પછીને આ લેખ છે. એટલે તેઓએ ભકિત અને શ્રદ્ધાથી જ આ મૂર્તિ ભરાવ્યાનું માની શકાય છે.
(૩૫-૩૬) આ બન્ને લેખે એક જ ધણીના, પાંચમી દેરીના બારશાખ ઉપર બેઠેલા છે. તેમને પહેલો લેખ અધૂરે છે, અર્થાત તેને પાછલે ભાગ ગમે તે કારણથી ઈરાદાપૂર્વક ઘસી નાંખીને તેની બાજુમાં આ લેખ ફરીને ખોદાવ્યો હોય તેમ જણાય છે. પહેલા લેખને જેટલો ભાગ ખુલે છે, તેટલે બીજા લેખની સાથે બરાબર મળતે જ છે.
સં. ૧૩૭૮ માં સૂરાણું ગોત્રવાળા શાહ કુલધરના પુત્ર શાહ થિરદેવની ભાર્યા હીના પુત્રે શાહ દેપાલ, બઘા, કુલધર, હરિચંદ્ર, પદા, કર્મસિંહ વગેરે કુટુંબસમુદાયે મળીને પોતાના પિતા થિદેવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org