________________
અવલોકન. (૨૩૯)
લે. ૧. કલ્યાણના વિજયવંતા રાજ્યમાં, તેનાં ચરણકમળની સેવામાં તત્પર રહેનાર મહામંત્રી શ્રીવાસ્થૂય, રાજ્યના મંત્રીપણાનું સઘળું કાર્ય કરે છે–મહામંત્રી મુદ્રાને જેણે ધારણ કરી છે; એ પ્રમાણે પ્રવર્તતા સમયમાં; એ જ મહારાજાની પ્રસન્નતાથી અષ્ટાદશશતમંડલચંદ્રાવતી નગરી અને અબ્દભૂમિનું રાજ્ય ભેગવતા એવા મહારાવલ શ્રીવિસલદેવ + આજ્ઞાપત્ર આપે છે. એવા જ્ઞાતિના શાહ વરદેવના પુત્ર શાહ હેમચંદ્ર તથા મહાજન ભીમા, મહાજન સિરધર, શેઠ જગસિંહ, શેઠ શિરપાલ, શેઠ ગહન, શેઠ વસ્તા, (મંત્રી) વીરપાલ વગેરે સમસ્ત મહાજન ભક્તિથી પ્રસન્ન કરીને વિનવેલા એવા ચંદ્રાવતીના મહારાવલ શ્રી વિસલદેવ સં. ૧૩૫૦ ના માહસુદિ ૧ ને મંગળવારે આજ્ઞા આપે છે કે-આટલું લખીને પછી આબુ ઉપરના શ્રી વિમલવસહી તથા લુણવસહી એ બે મંદિરની પૂજા તથા નિર્વાહ માટે અમુક અમુક જાતના વ્યાપારાદિ ઉપર લાગા નાંખવાની વ્યવસ્થા તથા એ બને જેઠ વદિ ૩ ને દિવસે મહારાજાધિરાજ સારંગદેવનું લશ્કર આશાપટિલ ( અમદાવાદ ) મુકામ કરી પડ્યું હતું ત્યારે પૂરો કર્યો હતે. ( ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ઉપરથી. )
એજ સારંગદેવની ગાદીએ કરણદેવ બેઠે હતું જે “ કરણઘેલા ' ના નામથી ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને જેના વખતમાં ગુજરાત મુસલમાનોના હાથમાં ગયું.
– “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ” અવલોકન પૃ. ૧૫. ) + આ વિસલદેવ આબુના પરમારોના વંશને અને ચંદ્રાવતી નગરીને સ્વામી-રાજા હતે. આબુ અને તેની આસપાસ બધે પ્રદેશ તેના તાબામાં હતો પણ તે ગુજરાતના મહારાજા સારંગદેવને સામંત-મંડલિક રાજા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org